8 વર્ષની નાની ઉંમરમાં માર્ટિન મલિકે પોતાના નામે કર્યા 8 વર્લ્ડ રેકોર્ડ………

માર્ટિન મલિક નામના આ બાળકની ઉંમર 10 વર્ષ પણ નથી થઈ અને તેણે પોતાની ઉંમર જેટલાં વર્લ્ડ રેકોર્ડને પોતાના નામે કરી નાખ્યાં છે.

સોનીપતનમાં 23 સેકટરમાં રહેતા માર્ટિનની ઉંમર 8 વર્ષ જ છે. માર્ટિને પોતાની ઉંમર જેટલા એટલે કે 8 વર્લ્ડ રેકોર્ડ પોતાના હાથે કરી નાંખ્યા છે. માર્ટિનમાં રહેલી આ ખૂબી જોઈને લોકો ડંગ રહી ગયા છે. જે મોટા વ્યક્તિ ન કરી શકે તે 8 વર્ષના બાળકે કરી બતાવ્યુ છે. માર્ટિને વિશ્વ સ્તરે રેકોર્ડ બનાવીને સમગ્ર દેશનું નામ રોશન કર્યુ છે. માર્ટિનએ વર્તમાનમાં 8 વર્લ્ડ રેકોર્ડ અને 3 એશિયા રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યો છે.

પહેલા પંચિંગ બેડ પર 3 મિનિટમાં 918 પંચ મારવાનો વર્લ્ડ રેકોર્ડ રશિયાના 28 વર્ષીય પાવેલના નામે હતો પરંતુ 8 વર્ષની ઉંમરે જ માર્ટિને 3 મિનિટમાં કૂલ 1105 પંચ મારી આ રેકોર્ડને પોતાના હાથે ધરી લીધો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.