વડોદરાના છેવાડે આવેલા સિંઘરોટમાં ATSની રેડ, ડ્રગ્સનું ગોડાઉન ઝડપાયું ;પાંચની અટકાયત

રાજ્યમાં મોટાપાયે ડ્રગ્સનો કારોબાર ફાલ્યો ફુલ્યો છે અને વડોદરામાં અગાઉ પણ મોટાપાયે ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ થયા બાદ વધુ એક મોટું ગોડાઉન હાથ લાગ્યું છે.

વડોદરાના છેવાડે આવેલા સિંધરોટ નજીક મહિસાગર કાંઠે લીલેરીયા ફાર્મ હાઉસની પાસેના ખેતરમાં શેડ બનાવીને એમડી ડ્રગ્સ બનાવવામાં આવતુ હોવાની બાતમી મળતા એટીએસ અને વડોદરા જિલ્લા પોલીસ ટીમે સયુક્ત રીતે રાતના 8-30 વાગે રેઇડ કરી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડી પાંચ ઈસમોની અટકાયત કરી હોવાનું મળતા મીડિયા રિપોર્ટસના આધારે જાણવા મળ્યું છે.
આ દરમિયાન FSLની ટીમ પણ તપાસ માટે પહોંચી હતી.
છેલ્લા કેટલાક સમયથી અહીં ડ્રગ્સનો ગેરકાયદે કારોબાર ચાલતો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ખાતે પણ ડ્રગ્સનો કારોબાર ઝડપાયો હતો અને તે વખતે બે આરોપીઓ ઝડપાયા હતા અને જેમાં મોટાપાયે ડ્રગ્સ અને તેનો કાચો માલ મળી આવ્યો હતો અને આ ડ્રગ્સ પ્રકરણમાં તપાસનો રેલો મોરબી સુધી પહોંચ્યો હતો આમ,વડોદરા ડ્રગ્સ નું એપી સેન્ટર બની રહ્યું છે અને યુવાનો નશાના રવાડે ચડી રહ્યા હોય તેની માંગ વધતા ડ્રગ્સ નો કારોબાર વધી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.