અત્યાર સુધીમાં રોજના 15 લાખ ડોઝ લાગે છે,દર મહિને ઉપલબ્ધ થશે કરોડો ડોઝ કેન્દ્રનો અંદાજો

સરકારનું અનુમાન છે કે 18-44 એજ ગ્રુપના લોકોને રસીની અછતની સમસ્યા જુલાઈમાં દુર થઈ જશે. સરકારનું લક્ષ્ય છે કે દેશમાં વયસ્ક વસ્તી (લગભગ 94 કરોડ)ને રસી લગાવવાનો છે.  ગત દિવસોમાં સરકારે કહ્યુ તે ઓગસ્ટ – ડિસેમ્બરની વચ્ચે દેશભરમાં 200 કરોડના ડોઝ ઉપલબ્ધ થશે .

ભારતમાં રસીકરણ કાર્યક્રમની શરુઆતથી(16 જાન્યુઆરી) શુક્રવાર 14 મે સુધી 4 મહિનામાં એટલે કે 120 દિવસ પુરા થયા છે. આ દિવસમોમાં 18 કરોડ લોકોને રસી લાગી છે. એટલે કે રોજના 15 લાખ ડોઝ લાગ્યા. અંદાજીત વયસ્ક આબાદી 94 કરોડથી થોડા ઓછા છે.

આ પહેલા એક વાર અધિકારીએ કહ્યુ કે મેમાં 8.5 કરોડ ડોઝ, જૂનમાં 10 કરોડ, જુલાઈમાં 15 કરોડ, ઓગસ્ટમાં 36 કરોડ, સપ્ટેમ્બરમાં 50 કરોડ, ઓક્ટોમ્બરમાં 56 કરોડ, નવેમ્બરમાં 59 કરોડ અને ડિસેમ્બર 65 કરોડ ડોઝ ઉપલબ્ધ થવાનો અંદાજ છે. જ્યાં મેમાં રસીની ઉપલબ્ધતાનો સવાલ છે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ આપ્યુ છે જે મુજબ રાજ્યોમાં મેમાં કુલ 6.12 કરોડ ડોઝ અલોટ કરવામાં આવ્યા છે.  આ ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં મળનારી 2 કરોડ ડોઝ મેળવી દઈએ તો પૂરા મહિનાના આંકડા 8 કરોડથી થોડા વધારે બેસે છે. તેવમાં એ માની લેવું બરાબર રહેશે કે 25 લાખ ડોઝ પ્રતિદિન રહેશે. જૂનમાં સરકાર કુલ સપ્લાય 10 કરોડ ડોઝ અને જૂલાઈમાં 15 કરોડ ડોઝ રહેવાનું અનુમાન લગાવી રહી છે. આ અનુમાન સાચો સાબિત થાય છે તો આવતા 78 દિવસોમાં ભારત લગભગ 33 કરોડ રસી લગાવી ચૂક્યુ હશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.