17મી ઓકટોબરે IPL 2022 માટેની હરાજી,નવી બે ટીમોની થશે હરાજી..

બીસીસીઆઈ તેની ટી-૨૦ આઈપીએલ લીગની બે નવી ટીમો માટેની હરાજીની તૈયારીઓ કરી લીધી છે. ૧૭મી ઓકટોબરે ટીમોની હરાજી થઈ શકે છે. પાંચમી ઓક્ટોબર સુધી હરાજીનાં દસ્તાવેજ ખરીદી શકાશે.

૨૦૨૨ની સિઝનથી આઈપીએલમાં આઠના બદલે ૧૦ ટીમો ભાગ લેશે. આગામી વષઁના જાન્યુઆરીમાં ખેલાડીઓની મેગા હારજી થઈ શકે છે. બીસીસીઆઈને બે નવી ફ્રેન્ચાઇઝી દ્નારા પાંચ થી છ કરોડ રૂપિયાનો નફો થઈ શકે છે. ટીમોની હારજી વખતે ઈ -ઓકશન થશે નહિં અને જૂના નિયમ મુજબ બંધ બોલી પ્રક્રિયાને જ અપનાવવામાં આવશે.

પ્લેયસઁની હરાજી પહેલાં ટીમો પોતાનાં બે ખેલાડીઓને રિટેન કરી શકાશે. બે પ્લેયસઁને રાઈટ ટુ મેચ દ્નારા સામેલ કરી શકશે. આગામી વષઁ બે નવી ટીમોમાં અમદાવાદ, લખનઉ,ઈન્દોર,કટક,ગુવાહાટીની ફ્રેન્ચાઇઝી રેસમાં છે. ભૂતકાળમાં પૂણે ફ્રેન્ચાઇઝીના માલિક રહી ચૂકેલાં આરપીએસજી ગ્રુપનાં સંજીવ ગોયન્કાને લખનઉ ટીમ માટે ફેવરીટ ગણવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news