અયોધ્યા કેસ : કોર્ટ રૂમમાં રાજીવ ધવને રામ મંદિરનો નક્શો ફાડ્યો, ચીફ જસ્ટિસ નારાજ

ધવન દ્વારા નક્શો ફાડવા પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ  નારાજ થઈ ગયા. ધવન પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યુ કે કોર્ટ રૂમમાં આ પ્રકારનો વ્યવહાર થશે તો સુનાવણી મુશ્કેલ થઈ જશે.

વકીલોનો ઉગ્ર ચર્ચા વચ્ચે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ નારાજ થઈ ગયા. ચીફ જસ્ટિસે સુનાવણી દરમિયાન કહ્યુ કે, અમારા તરફથી બંને તરફથી સુનાવણી પૂરી થઈ ચૂકી છે. અમે માત્ર એટલા માટે સુનાવણી કરી રહ્યા છીએ કે કારણ કે કોઈ કંઈ કહેવા માંગતું હોય તો કહી દે. અમે અત્યારે ઉઠીને જઈ શકીએ છીએ.

સુનાવણી દરમિયાન ડ્રામા પણ જોવા મળ્યો. રામ મંદિર પર હિન્દુ મહાસભાના વકીલે ઑક્સફર્ડના પુસ્તકનો હવાલો આપ્યો. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને પુસ્તકનો નક્શો ફાડી દીધો. મુસ્લિમ પક્ષના વકીલના વલણ પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ખૂબ નારાજ જોવા મળ્યા. તેઓએ કહ્યુ કે, આવું જ ચાલતું રહ્યું તો તેઓ ઉઠીને જતા રહેશે. 

હિન્દુ મહાસભા તરફથી વિકાસ સિંહે હવે દલીલો શરૂ કરી દીધી છે. જ્યારે વિકાસ સિંહે પુસ્તક આપ્યું તો ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યુ કે, શું તેઓ તેને રાખી શકે છે? હું તેને બાદમાં વાંચીશ. રાજીવ ધવનના વિરોધ પર હિન્દુ મહાસભાના વકીલ વિકાસ સિંહે કહ્યુ કે, કોર્ટે કોઈ નવા દસ્તાવેજોને લેવાની મનાઈ કરી છે. પરંતુ કોઈ પાટીૃ કોઈ પ્રકારના પુરાવા કે પુસ્તક આપી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news