વડોદરાની 270 ખાનગી શાળાના સંચાલકોનો સરકારના ફી નહીં લેવાના આદેશ સામે વિરોધ

કોરોના મહામારી વચ્ચે શાળાઓ દ્વારા ઓનલાઇનના માધ્યમથી શિક્ષણ અપાઇ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારે જ્યાં સુધી શાળાઓ શરૂ ન થાય ત્યાં સુધી સ્કૂલ સંચાલકો ટ્યૂશન ફી નહીં લઈ શકે તેવો આદેશ કર્યો છે. જેના પગલે શહેરની 270 જેટલી શાળાએ ગુરુવારથી ઓનલાઇન શિક્ષણ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે 4.50 લાખ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહેશે અને 25 હજારથી વધુ શિક્ષકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓ બેરોજગાર બને તેવી શક્યતા છે

શૈક્ષણિક સંસ્થાએ ચેરિટેબલ સંસ્થા છે, તેમનો હેતુ નફાખોરીનો નથી
લોકડાઉનની સ્થિતિમાં પણ ખાનગી શાળા ફીની માગણી કરી અને વાલીઓને ફી ભરવાની ફરજ પાડી હતી. કેટલીક ખાનગી શાળાઓ પોતાના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓને વેતન પણ ચૂકવતી નથી અથવા તો 40 થી 50 ટકા ઓછું વેતન ચૂકવી રહી છે. શૈક્ષણિક સંસ્થાઓ, મંડળો અે ચેરિટેબલ સંસ્થાઓ છે અને તેમની રચનાનો મુખ્ય હેતુ નફાખોરી કર્યા વિના સમાજને શિક્ષણ આપવાનો છે. છતાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે ફીમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો કરવા ઈનકાર કરી દીધો છે. જેથી સરકારે નિર્ણય કર્યો છે કે, શાળાઓ પુનઃ વાસ્તવિક રીતે શરૂ થાય ત્યાં સુધી ટ્યૂશન ફી વસૂલ કરી શકાશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news