રાઘવ ચડ્ઢા પહેલા આ બોલિવુડ એક્ટર્સ સાથે જોડાયું હતું પરિણીતિ ચોપરાનું નામ, આજે છે એક્ટ્રેસની સગાઈ

બોલીવુડ સિનેમાની ફેમસ એક્ટ્રેસ પરિણીતિ ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ઢા લાંબા સમયથી એક બીજાની સાથે જોવા મળી રહ્યા છે. સતત એક સાથે સ્પોટ થયા બાદ હવે બન્નેની સગાઈની ચર્ચા પણ ખૂબ થઈ રહી હતી. એવામાં હવે પરિણીતિ ચોપરા અને રાધવ ચડ્ઢા સગાઈ કરવા જઈ રહ્યા છે. પરંતુ ઘણા લોકોને મનમાં એવો સવાલ હશે કે પરિણીતિએ બોલિવુડથી બહાર કેમ સગાઈ કરવાનું પસંદ કર્યું.

પરિણીતિની લાઈફમાં રાઘવની એન્ટ્રી થઈ એ પહેલા તેનું નામ ઘણા બોલિવુડ એક્ટર્સ સાથે જોડાઈ ચુક્યું છે. પરંતુ તેણે ક્યારેય પણ કોઈની સાથે પણ પોતાના સંબંધ પર હામી નથી ભરી. પરંતુ તેને ઘણી વખત એક્ટર્સની સાથે જોવામાં આવી છે. આવો જાણીએ પરિણીતિના લવ અફેર વિશે.

પરિણીતી અને અર્જુન કપૂરે એક સાથે બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મ ઈશકઝાદેથી આ જોડીએ દરેકનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતું અને બન્નેની પહેલી ફિલ્મ હતી અને બન્નેએ એક બીજાની સાથે સારી બોન્ડિંગ શેર કરી હતી. બન્નેના રિલેશનની ખબર બોલિવુડની ગલીઓમાં દરેક બાજુ ફેલાઈ ચુકી હતી. પરંતુ બન્નેનએ હંમેશા એક બીજાની સાથે સારી મિત્રતા હોવાનું જણાવ્યું. પરિણીતિ અને અર્જુને ક્યારેય પોતાના સંબંધની હકીકત દુનિયાની સામે નથી જાહેર કરી

અર્જુન કપૂરની જેમ જ પરિણીતિ ચોપરાએ એક્ટર આદિત્ય રોય કપૂર સાથે ફિલ્મમાં કામ કર્યું છે અને ‘દાવત એ ઈશ્ક’માં આ જોડી સાથે જોવા મળી ચુકી છે. જોકે ઓન સ્ક્રીન આ જોડી કંઈ ખાસ કમાલ ન કરી શકી. પરંતુ રિયલ લાઈફમાં બન્ને એક બીજાનો સાથ પસંદ કરવા લાગ્યા હતા. બન્નેના લવ અફેરના ખૂબ ચર્ચા પણ થયા હતા. પરંતુ બન્ને સ્ટાર્સે ક્યારેય પણ આ મુદ્દા પર વાત નથી કરી.

આ ઉપરાંત ઉદય ચોપરાની સાથે પણ પરિણીતિ ચોપરાના અફેરની ચર્ચા સામે આવી ચુકી છે અને ફિલ્મના સેટ પર બન્નેને લઈને ખબર આવી હતી કે ઉદય અને પરિણીતિ એક બીજા સાથે ઘણો સમય પસાર કરે છે. જોકે અમુક સમય બાદ જ બન્નેના અફેરની ખબર આવવાનું બંધ થઈ ગયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.