વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી એકવાર પડ્યું ગાબડું,જાણો કયા કયા દિગ્ગજ નેતા જોડાયા ભાજપમાં?

રાજકોટમાં 2022ની ચૂંટણી પહેલા રાજકોટ ગ્રામ્યની સીટ પર ભાજપે ખેલ પાડ્યો છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસના અનેક આગેવાનો આજે ભાજપમાં જોડાયા છે. રાજકોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખ સંજય ખુંટ અને લોધિકા તાલુકા કોંગ્રેસના પ્રમુખ મયુરસિંહ જાડેજાએ પણ ભાજપનો કેસ પહેર્યો છે. લોધિકા તાલુકા પંચાયતના ત્રણ સભ્યો સહિત 150 જેટલા કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા.

લોધિકા તાલુકા પંચાયતના સભ્યો હિતેશ ખૂંટ, બોદુ કેસરિયા,મિલન દાફડા ભાજપમાં પ્રવેશ કર્યો છે.  લોધિકા તાલુકાના અલગ અલગ પાંચ ગ્રામ પંચાયતના સરપંચો પણ ભાજપમાં જોડાયા.  સંજય ખુંટ અને મયુરસિંહ જાડેજા છેલ્લા દસ દિવસથી ભાજપમાં પ્રવેશ માટે તૈયારી કરી રહ્યા હતા. રાજકોટ લોધિકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા પણ ભાજપમાં જોડાયા છે અને નરેન્દ્રસિંહ સહકારી ક્ષેત્રે ખૂબ મોટું નામ ધરાવે છે. સૌરાષ્ટ્ર ભાજપના પ્રભારી વિનોદ ચાવડા અને રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણીની હાજરીમાં ખેસ પહેર્યો.

રાજકોટ સહકારી આગેવાન બાબુ નસીતની જીભ લપસી. હેમુ ગઢવી હોલમાં આજે કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા. ત્યારે સ્ટેજ પર થી કહ્યું, આજે બધા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા અને બાબુ નસીતના આ નિવેદનથી સ્ટેજ પરથી સૌરાષ્ટ્ર પ્રભારી વિનોદ ચાવડા સહિતના આગેવાનોએ કહ્યું, કોંગ્રેસ નહિ ભાજપમાં જોડાયા. ભાજપ નેતાના આ નિવેદનથી સભા ગૃહમાં હાસ્ય ફેલાયું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.