વોશિંગ મશીન ખરીદતા પહેલા ફ્રન્ટ લોડ અને ટોપ લોડ આ બે માંથી ક્યુ બેસ્ટ છે તમારા માટે જાણો…

  જ્યારે પણ ઘરની સાફ સફાઈની વાત આવે છે ત્યારે કપડાં ધોવા એ એક એવું કામ છે જે ઘરની મહિલાઓએ દરરોજ કરવું પડે છે અને આવી સ્થિતિમાં મહિલાઓ પોતાના કામને સરળ બનાવવા માટે વોશિંગ મશીનનો ઉપયોગ કરે છે.અને વોશિંગ મશીન હવે આપણી જરૂરિયાત બની ગઈ છે.

  વોશિંગ મશીન પણ ઘણા પ્રકારના આવે છે અને એમાં દરેકમાં એક અલગ અલગ મોડ આપેલા હોય છે. આ વોશિંગ મશીનોમાં ફુલ ઓટોમેટિક મશીનને ખૂબ જ પસંદ કરવામાં આવે છે, કારણ કે આમાં તમારે કોઈ મહેનત કરવાની જરૂર પડતી નથી અને કપડાં ખૂબ સરળતાથી ધોવાઈ જાય છે.

  જો કે, ફૂલ ઓટોમેટિક મશીનમાં પણ ઘણી વેરાઈટી મળી રહે છે અને જેમાં ફ્રન્ટ લોડ અને ટોપ લોડ વોશિંગ મશીન આવા બે પ્રકારના મશીન આવે છે આ બંને ફૂલ ઓટોમેટિક મશીનો છે.

  હવે લોકો તેને ખરીદવા બજારમાં જાય છે ત્યારે તેઓ સમજી શકતા નથી કે આ બંનેમાં શું તફાવત છે અને કયું ખરીદવું જોઈએ. તો આજે અમે તમને જણાવીશું ફ્રન્ટ લોડ અને ટોપ લોડ વોશિંગ મશીન વચ્ચેનો તફાવત, જેને જાણ્યા પછી તમારા માટે તમારા ઘર માટે શ્રેષ્ઠ વોશિંગ મશીન પસંદ કરવું સરળ બની જશે.

  જો કપડાં ધોવાની વાત આવે ત્યારે વોશિંગ મશીન કેટલો સમય લે છે તે એક મહત્વપૂર્ણ પાસું છે.અને સામાન્ય રીતે, ટોપ લોડ મશીનને એક સમયે કપડાં ધોવામાં 30 થી 40 મિનિટ લાગે છે.

  જ્યારે ફ્રન્ટ લોડ મશીનમાં એક ચક્રમાં કપડાં ધોવામાં લગભગ 1 કલાક લાગી શકે છે. જો કે ઘણીવાર સમય ઓછો પણ લાગી શકે જયારે કપડાં થોડા હોય તો. અને સામાન્ય રીતે, ટોપ લોડ મશીન ઝડપી કપડાં ધોવાનું કામ કરે છે કારણ કે તેમાં કપડાં પાણીમાં પુરા ડૂબી જાય છે.

  જો કે ટોપ-લોડિંગ વોશિંગ મશીનમાં કપડાં ધોવા સરળ હોવા છતાં તમને વધારે સારી ક્લિનીંગ નથી શકતું.અને બીજી બાજુ, ફ્રન્ટ લોડ વોશિંગ મશીન, તેની સરખામણીમાં, તે કપડાંને વધુ સારી રીતે ધોવે છે. અને આનું કારણ એ છે કે ટોપ લોડ મશીન કપડાને એક જ જગ્યાએ આગળ અને પાછળ ખસેડે છે, જ્યારે ફ્રન્ટ લોડ મશીનનું ડ્રમ કપડાંને સારી રીતે ઉપર નીચે ફેરવે છે, જેનાથી કપડાં સારી રીતે ધોવાય છે.

  જો આ બંને મશીનોમાં પાવર વપરાશની વાત કરીએ તો ફ્રન્ટ લોડ વોશિંગ મશીનમાં સેમી ઓટોમેટિક કરતાં વધુ પાવર વાપરે છે. પરંતુ ફ્રન્ટ લોડ અને ટોપ લોડ વોશિંગ મશીનમાં, ફ્રન્ટ લોડ મશીન ટોપ લોડ વોશિંગ મશીન કરતાં ઘણી ઓછી વીજળીનો વપરાશ કરે છે.અને આ રીતે જો તમે ઓછી વીજળીનો વપરાશ કરીને કપડાં ધોવા માંગો છો તો ફ્રન્ટ લોડ વોશિંગ મશીન ખરીદવું જોઈએ.

  લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

  તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.