નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)માં આર્ટિકલ 370 (Article 370) હટાવ્યા બાદથી ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan) અનેકવાર ભારતને પરમાણુ હુમલા (Nuclear Attack)ની ધમકી આપી ચૂક્યા છે. પાકિસ્તાનની બોદી ધમકીનો જવાબ આપતાં ભારતે પણ સ્પષ્ટ કરી દીધું છે કે જો પાકિસ્તાન કોઈ પણ પ્રકારનું દુ:સાહસ કરવાનો પ્રયાસ કરે છે તો તેને છોડવામાં નહીં આવે. બંને દેશોની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા તણાવની વચ્ચે અમેરિકા (America)ના એક રિપોર્ટ (Report)એ ઘણા ડરાવનારા આંકડા રજૂ કર્યા છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો ભારત અને પાકિસ્તાનની વચ્ચે પરમાણુ યુદ્ધ થયું તો 10 કરોડથી વધુ લોકો માર્યા જશે.
‘સાયન્સ એડવાન્સ’માં પ્રકાશિત આ રિપોર્ટ મુજબ ભારત અને પાકિસ્તાનની વચ્ચે જો પરમાણુ યુદ્ધની સ્થિતિ ઊભી થાય છે તો બંને દેશોને ઘણું મોટું નુકસાન ઉઠાવું પડી શકે છે. રટગર્સ યુનિવર્સિટીના પ્રોફેસર એલન રોબૉક અને અન્ય વૈજ્ઞાનિકો મુજબ, યુદ્ધ દરમિયાન જે નુકસાન થશે, તેના વિશે તો તમામ જાણે છે, પરંતુ યુદ્ધ બાદ પણ લાખો લોકો મરતા રહેશે.
વૈજ્ઞાનિકો મુજબ, બંને દેશોની વચ્ચે પરમાણુ યુદ્ધની સ્થિતિમાં પૃથ્વી પર પહોંચનારા સૂર્યના પ્રકાશની માત્રામાં ઘણી ઘટાડો થઈ જશે, જેના કારણે વરસાદમાં પણ ઘટાડો આવશે. આ બધાની સીધી અસર જમીન પર પડશે અને ખેતી નષ્ટ થઈ જશે અને મહાસાગરીય ઉત્પાદક્તામાં ભયાનક ઘટાડો આવશે.
શોધકર્તાઓ મુજબ, ભારત અને પાકિસ્તાનની પાસે 400-500 પરમાણુ હથિયાર છે. યુદ્ધની સ્થિતિમાં જો આ હથિયારોનો ઉપયોગ કરવામાં આવે તો તેનો પ્રભાવ વૈશ્વિક પર્યાવરણ માટે વિનાશકારી હશે. રિપોર્ટ મુજબ, દક્ષિણ એશિયા પર પરમાણુ યુદ્ધનો પ્રભાવ ત્રણ પ્રકારે થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.
https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news
Related Posts