ઘણાં સીનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં, ભારતીય ટીમ જુલાઇમાં શ્રીલંકાનો પ્રવાસ ખેડશે, જ્યાં ટીમ ઇન્ડિયા ત્રણ વન ડે અને ત્રણ ટી-20 મેચની સીરિઝ રમશે

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા  ઉપરાંત ઘણાં સીનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં ભારતીય ટીમ જુલાઇમાં શ્રીલંકાનો પ્રવાસ ખેડશે, જ્યાં ટીમ ઇન્ડિયા ત્રણ વન ડે અને ત્રણ ટી-20 મેચની સીરિઝ રમશે.

ભારતીય ટીમ 13 જુલાઇએ પ્રથમ વન ડે રમશે, તે પછી બીજી મેચ 16 જુલાઇ, અને ત્રીજી મેચ 19 જુલાઇએ રમાશે. તે પછી 22 જુલાઇએ પ્રથમ ટી-20 રમાશે અને 24 તેમજ 27 જુલાઇએ બીજી અને ત્રીજી ટી-20 રમાશે. જો કે આ મેચ શ્રીલંકાના કયા મેદાન પર રમાશે તેની માહિતી હજુ મળી નથી અને બીસીસીઆઇ (BCCI) દ્વારા પણ કાર્યક્રમ બાબતે કોઇ સત્તાવાર નિવેદન હજુ કર્યું નથી. પ્રારંભિક માહિતી અનુસાર ભારતીય ટીમ 5 જુલાઇએ શ્રીલંકા પહોંચશે અને 28 જુલાઇએ પ્રવાસ પુર્ણ કરીને પરત ફરશે

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news