ટેસ્ટ મેચમાં,14 ઓવર બાદ ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 37 રન

14 ઓવર બાદ ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 37 રન છે.  રોહિત શર્મા (23 રન) અને ચેતેશ્વર પૂજારા (6 રન) ક્રીઝ પર છે. કાંગારું પ્રથમ દાવમાં 369 રનમાં ઓલઆઉટ થયું હતું.

14 ઓવર બાદ ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 37 રન છે. રોહિત શર્મા (23 રન) અને ચેતેશ્વર પૂજારા (6 રન) ક્રીઝ પર છે. ઓસ્ટ્રેલિયા તરફથી અત્યાર સુધીના પ્રથમ દાવમાં પેટ કમિન્સે 1 વિકેટ લીધી હતી. ભારતે શુભમન ગિલની વિકેટ ગુમાવી (7) આ પહેલા ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સ 369 રનમાં સમેટાઇ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી પહેલી ઇનિંગ્સમાં માર્નસ લ્યુબ્સેને 108 રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન ટિમ પેને 50 રન બનાવ્યા હતા.

કાંગારું માટે માર્નસ લબુશેને કરિયરની પાંચમી સદી ફટકારતા 108 રન અને કેપ્ટન ટિમ પેને નવમી ફિફટી ફિફટી મારી 50 રન કર્યા. તે સિવાય કેમરૂન ગ્રીને 47, મેથ્યુ વેડે 45 અને સ્ટીવ સ્મિથે 36 રનનું યોગદાન આપ્યું. ભારત માટે શાર્દુલ ઠાકુર, ટી. નટરાજન અને વોશિંગ્ટન સુંદરે 3-3, જ્યારે મોહમ્મદ સિરાજે 1 વિકેટ લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news