ભૂરી ડોન સાથેનો વિડિઓ વાઇરલ થતા કીર્તિ પટેલ પર સંકટના વાદળો છવાયા, જાણો શું કહ્યું વિડીઓમાં

શહેરના વિવાદિત ચહેરા એવા લેડી ડોન ભૂરી અને ટીકટોક સ્ટાર કિર્તી પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં બંને સાથે રહીને કહે છે કે, આ તો લાજપોર જેલની ભઈબંધી છે, એમાં કંઈ ના ઘટે…બાકી આમ જો મગજ હટે તો બધાના બાપ છીએ…અમારી જેલની ભઈબંધીમાં નજર ન લગાવતા હો. જોકે, આ વીડિયો ક્યારનો અને ક્યા ઉતારવામાં આવેલો છે તે અંગે કોઈ જાણકારી નથી.

લાજપોર જેલની મિત્રતાએ ચર્ચા જગાવી
વિવાદિત કિર્તી પટેલે લેડી ડોન ભૂરી સાથે વીડિયો બનાવીને ભારે ચર્ચાઓ જગાવી છે. સુરતના લાજપોર જેલમાં કિર્તી પટેલ સાથે સુરતની લેડી ડોન ભૂરીની મિત્રતા થઈ હતી. અસ્મિતા ઉર્ફે ભૂરી અને કિર્તી પટેલની દોસ્તીની વીડિયોમાં ચર્ચાએ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થઈ રહી છે. જોકે, આ વીડિયો ક્યારનો છે અને કેવી રીતે વાઈરલ થયો તેના વિશે માહિતી નથી. પરંતુ વિવાદિત ભૂતકાળ ધરાવતી સુરતની આ બંને યુવતીઓએ હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news