સોના- ચાંદીના ભાવમાં બોલાયો મોટો કડાકો, વિશ્વબજારમાં સોના- ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજીને બ્રેક લાગી

સોના- ચાંદીમાં રોકાણકારો માટો મોટા અહેવાલ સામે આવ્યા છે. સોના- ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાયો છે. સોના-ચાંદીના ભાવ રેકોર્ડ વધારા બાદ ભાવ તૂટ્યા છે અને મળતા અહેવાલ પ્રમાણે વિશ્વબજારમાં સોના- ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજીને બ્રેક વાગી છે. વિશ્વબજારમાં સોનામાં ઉછાળે ફંડોની નફારૂપી વેચવાલી નિકળી હતી.

વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૧૯૯૮થી ૧૯૯૯ ઘટીને ૧૯૭૫ ડોલર પર પહોંચી હતી, છેલ્લે સપ્તાહના અંતે ૧૯૭૮થી ૧૯૭૯ ડોલર રહ્યા હતા અને સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૨૩.૪૦થી ૨૩.૪૧ બાદ નીચામાં ૨૨.૯૬ થઈ, છેલ્લે ભાવ ૨૩.૨૨થી ૨૩.૨૩ ડોલર રહ્યો હતો.

અમદાવાદ ઝવેરીબજારની વાત કરીએ તો ઝવેરીબજારમાં સોનાના ભાવ ગ્રામદીઠ રૂ.૬૦૦નો કડાકો બોલાયો હતો અને ભાવ તૂટ્યા હતા અને ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સોનાના ભાવ ઘટી ૯૯.૫૦ના રૂ.૬૦,૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૧,૦૦૦ રહ્યા હતા, તો અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૭૦,૫૦૦ રહ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.