પાટણના સરસ્વતીના મેલુસણ નજીક ડમ્પરની ટક્કરે બાઈક ચાલકનો પગ કચડાયો

પાટણના સરસ્વતીના મેલુસણ નજીક ડમ્પરની ટક્કરે બાઈક ચાલકનો પગ કચડાયો સરસ્વતી તાલુકાના મેલુસણ ગામ નજીક શિહોરી તરફથી આવી રહેલ બાઈક ચાલકને પાટણ બાજુથી બનાસ નદીની રેતી ભરવા જતાં ડમ્પર ચાલકે બાઈકને સામેથી ટક્કર મારતાં બાઈક ચાલક રોડ પર ફંગોળાઈ જતાં પગના ભાગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ધારપુર સિવિલ બાદ અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા . કાંકરેજ તાલુકાના ઈન્દ્રમાણા ગામના વાઘેલા ભાવસંગ જહુજી ( GJ.08 BQ 5687 ) બાઈક લઈને જઈ રહ્યા હતા તે સમયે સામેથી આવી રહેલ ડમ્પર ચાલકે બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો . જેને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ડમ્પર ચાલક ડમ્પર લઈને નાસી છુટયો હતો . સ્થાનિક લોકોએ 108 ને જાણ કરતા 108 પાયલોટ વિનોદભાઈ રાઠોડ અને ઈએમટી રાકેશભાઈ નાઈ ઘટનાસ્થળે દોડી આવી ઈજાગ્રસ્ત બાઈક ચાલક ભાવસંગ વાઘેલાને ધારપુર સિવિલમા ખસેઠ્યા હતા . જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેમનો પગ કચડાઈ જવાથી પગ કપાવો પડયો હતો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.