ભરતીમાં ભવાડાં : બિનસચિવાલય ક્લાર્કની ભરતીમાં ગેરરીતિને લઈને થયો મોટો ખુલાસો

થોડા દિવસ અગાઉ રાજ્યભરમાં લેવાયેલી બિનસચિવાલય ક્લાર્કની ભરતીમાં ગેરરીતિને લઈને મોટો ખુલાસો થયો છે. અને કોંગ્રેસે પૂરાવા સાથે પરીક્ષામાં થયેલી ગેરીરીતિનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કોંગ્રેસે સુરેન્દ્રનગરના વઢવાણના પરીક્ષા કેન્દ્રના બે સીસીટીવી જાહેર કર્યા છે. જેમાં વિદ્યાર્થી ખીસ્સામાંથી કાપલી કાઢે છે. અને તે કાપલીમાંથી કોપી કરતો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અન્ય એક સીસીટીવીમાં પરીક્ષાર્થી પાસે મોબાઈલ જોવા મળી રહ્યો છે. અને તેનાથી તે ઉત્તરવહીની કોપી કરતો જોવા મળી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.