બિટકોઇનના મૂલ્યમાં બાવીસ ટકા જેટલું જંગ ધોવાણ,રોકાણકારોના ૨૦૦ અબજ ડૉલર ધોવાઇ ગયા

બિટકોઇનની કિંમત ૨૨ ટકા જેટલી ગગડી જતાં વિશ્વભરના ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં રોકાણકારોના ૨૦૦ અજબ ડૉલર ધોવાઇ ગયા હતા.

સોમવારે અચાનક તેની કિંમતો ગગડવા માંડી હતી અને જોત જોતામાં તો તેનો ભાવ ૩૧૦૦૦ ડૉલરનો થઇ ગયો હતો.

નિષ્ણાતો કહે છે કે ચિંતાજનક વધારા પછી પુલબેકની ઘણી જરૂર હતી અને આ ૨૨ ટકાનો ઘટાડો એ આવું જ જરૂરી પુલબેક છે. બિટકોઇનની કિંમતમાં મોટા ઉછાળા પછી બેંક ઓફ અમેરિકાએ ગયા સપ્તાહે ચેતવણી આપી જ હતી કે આ ઉછાળો મધર ઓફ ઓલ બબલ્સ એટલે કે એક સૌથી મોટો પરપોટો સાબિત થઇ શકે છે.

માર્ચ મહિનામાં બિટકોઇનનો ભાવ ૩૮પ૦ ડોલર ચાલતો હતો તેમાં ૯૦૦ ટકા કરતા વધુના ઉછાળા સાથે તેનો ભાવ ગયા સપ્તાહના અંતે ૪૨૦૦૦ ડોલર પર પહોંચી ગયો હતો અને આખા ક્રિપ્ટોકરન્સી બજારનું મૂલ્ય એક ટ્રિલિયન ડોલરને વટાવી ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news