બોટાદ: ચૈતન્ય હનુમાન આશ્રમના મહંતની હત્યા કરાયેલી લાશ મળી 5 દિવસથી ગમ હતા………

    ગઢડા તાલુકાના સોહલા ગામે મહંતની હત્યા થઈ જતાં ખળભળાટ મચી ગયો છે.અને સોહલા ગામે આવેલ ચૈતન્ય હનુમાન આશ્રમના મહંત રામદાસ ગુરુ મોહનદાસની હત્યા કરેલી લાશ મળી આવી છે. આશ્રમના કુવામાંથી લાશ મળી આવી છે. મહંત છેલ્લા પાંચ દિવસથી ગુમ હતા. મહંતના પરિવારજનો દ્વારા ઢસા પોલીસને જાણ કરવામાં આવી હતી.

    હાલ મહંતની લાશ આશ્રમના કૂવામાંથી મળી આવી છે. અને લાશને પીએમ અર્થે ગઢડા હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં બોટાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

    લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

    તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.