સુરતમાં ભાઈ સાથે થઈ બોલાચાલી ; બદલો લેવા સંતાનની હત્યાનો પ્રયાસ કર્યો..

આમ તો કાકાને પણ સગા બાપ તરીકે માનવામાં આવે છે. પરંતુ સુરતમાં કાકા જ હત્યાર નિકળ્યો. કાકાનાં નામને કલંક લગાવે તેવું કામ કર્યું છે. સુરતમાં કાકાએ તેના સગા ભત્રીજાઓ ને ત્રીજા માળેથી ફેંકી દીધા હોવાના ગંભીર બનાવ સામે આવ્યો છે. કાકા એ હત્યાનો પ્રયાસ એટલા માટે કર્યો હતો. કારણ કે તેના ભાઈ સાથે તેને કોઇ બાબતે બોલાચાલી થઇ હતી.

સંતાનો એ કહ્યું કે કાકા એ અમને નીચે ફેકયાં હતા..

સમગ્ર મામલે પિતાનું કહેવું છે કે , તે કામ પર હતાં તે સમયે તેના ભાઈનો ફોન આવ્યો કે તે ગામ જઈ રહ્યો છે. પરંતુ જ્યારે તેને ખબર પડી કે તેમને બે પુત્રો નીચે પડી ગયા છે. ત્યારે તે તુરંત હોસ્પિટલ પહોંચ્યો. જ્યાં એક બાળક ભાનમાં આવતા તેણે કહ્યું કે અમને કાકાએ ઉપરથી નીચે ફેંકી દીધા હતા.

બાળકના પિતા નું કહેવું છે કે ,તેનો ભાઈ નશામાં ધૂત રહેતો હોય છે, અગાઉ તેણે યુવતી સાથે પ્રેમ પ્રકરણ મામલે ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખી તેણે બંને બાળકોને તેનો પ્રયાસ કર્યો હતો.આ મામલે પોલીસ આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આરંભી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news