ભારત સરકારની સાથે બ્રિટનની કેયર્ન એનર્જીનો,ચાલી રહ્યો હતો ટેક્સ વિવાદ

ભારત સરકારની સાથે બ્રિટનની કેયર્ન એનર્જીનો ટેક્સ વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદ અંતે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પહોંચ્યો હતો અને આંતરરાષ્ટ્રીય કોર્ટે ભારત સરકારની વિરુદ્ધમાં અને કેયર્ન એનર્જીના તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

જાહેર ક્ષેત્રની બેંકો(પીએસબી)ની  વિદેશમાં જમા રકમને બ્રિટિશ કંપની કેયર્ન એનર્જી દ્વારા જપ્ત કરવાના પ્રયત્નો કરવામાં આવી શકે છે તેમ નાણા મંત્રાલયે ભારતની સરકારી બેંકોને જણાવ્યું છે અને સતર્ક રહેવાની સલાહ આપી છે.

કોર્ટે ભારત સરકારના પાછલી અસરથી ટેક્સ ચૂકવવાના આદેશને ફગાવી દીધો હતો અને ભારત સરકારને કેયર્ન એનર્જીને ૧.૨ અબજ ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો છે. ભારત સરકારે આ રકમ ચૂકવી નથી અને તેણે આ આદેશ વિરુદ્ધ અપીલ દાખલ કરી છે.

આ અગાઉ કેયર્ન એનર્જાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જો તેને ૧.૨ અબજ અમેરિકન ડોલર અને તેના પર વ્યાજ તથા દંડની રકમ ચૂકવવામાં નહીં આવે તો તે વિદેશમાં ભારતની સંપત્તિઓ જપ્ત કરવા માટે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news