કરિયર નહીં થાય બરબાદ યુક્રેનથી પરત આવેલ વિદ્યાર્થીઓ માટે સરકારનો મોટો નિર્ણય જાણો વિગતવાર

આ અંગેની જાણકારી દેશના મેડિકલ રેગ્યુલેટરી બોડી રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ (NMC) એ પરિપત્ર જાહેર કરીને જાણકારી આપી છે.અને આ પરિપત્રમાં NMC એ જણાવ્યું કે, ‘આ વિદ્યાર્થીઓ દ્વારા સામનો કરવામાં આવી રહેલી “પીડા અને તણાવ” જોતાં તેમની અરજીઓ પર રાજ્ય ચિકિત્સા પરિષદો દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરી શકાય તેમ છે. બસ શરત એટલી હશે કે, ઉમેદવારોએ ભારતમાં ઇન્ટર્નશિપ પૂર્ણ કરવા માટે અરજી કરતા પહેલાં વિદેશી ચિકિત્સા સ્નાતક પરીક્ષા પાસ કરેલી હોય.’

NMC દ્વારા આ પગલું યુક્રેનમાં સેંકડો ભારતીય તબીબી વિદ્યાર્થીઓને લાભ આપવા માટે લેવામાં આવ્યું છે, અને જેમણે રશિયન આક્રમણ અને યુદ્ધના સંજોગોમાં પોતાનો અભ્યાસ છોડીને ભારત પરત ફરવું પડ્યું હતું.

પરિપત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે, “રાજ્ય તબીબી પરિષદોએ એવી ખાતરી કરી લેવી જોઈએ કે, ભારતમાં રજિસ્ટ્રેશન કરવા ઇચ્છતા ઉમેદવારોએ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ (NBE) દ્વારા આયોજિત ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા (FMGE) પાસ કરેલી હોય. અને જો ઉમેદવારો માપદંડને પૂર્ણ કરી લે છે તો રાજ્ય ચિકિત્સા પરિષદો દ્વારા 12 મહિનાની ઇન્ટર્નશિપ અથવા તો બાકીનો ગાળો, જે પણ મામલો હોય પણ તેની માટે કામચલાઉ નોંધણી આપવામાં આવી શકે છે.’

NMC એ કહ્યું કે, રાજ્ય ચિકિત્સા પરિષદ મેડિકલ કોલેજ પાસેથી લેખિતમાં લેશે કે તેઓ વિદેશી મેડિકલ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ કરાવવા માટે કોઇ પણ પ્રકારનો ચાર્જ નહીં લે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.