‘હાર્ટ ઓફ ઈનક્રેડિબલ ઈન્ડિયા’ના ઇકો-ફ્રેન્ડલી હોમસ્ટે સાથે આ પર્યાવરણ દિવસની ઉજવણી કરો

‘હાર્ટ ઓફ ઈનક્રેડિબલ ઈન્ડિયા’ના ઇકો-ફ્રેન્ડલી હોમસ્ટે સાથે આ પર્યાવરણ દિવસની ઉજવણી કરો
ગુજરાત, જૂન 2023 – મધ્યપ્રદેશની મનોહર ભૂમિ પર જેમ જેમ સૂર્ય ઉગે છે, તેમ તેમ પ્રકૃતિનું સૌદર્ય સોળે કળા ખીલી ઉઠે છે. પવનના હળવા સૂરો, વનસ્પતિના વાઇબ્રેન્ટ રંગો અને વન્યજીવનની લયબદ્ધ ધૂન અન્ય કોઈ બીજા આવું સુમેળભર્યું વાતાવરણ બનાવી શકતું નથી. મધ્યપ્રદેશ ટૂરિઝમ પ્રવાસીઓને આ પર્યાવરણ દિવસ પર તેના 50 થી વધુ ઇકો-ફ્રેન્ડલી હોમસ્ટે પર ઉજવણી માટે આવકારે છે. જ્યાં પ્રવાસીઓને જી-20ના હેલ્થી ફુડ ટેગ-લાઈનને અનુસરીને બાજરીના વ્યંજનોને તમારી માટે નાસ્તા તેમજ ભોજનમાં પ્રદાન કરાવશે.
કોંક્રિટના જંગલમાંથી છટકી જાઓ અને ગ્રામીણ મધ્યપ્રદેશની અસ્પૃશ્ય સુંદરતામાં તમારી જાતને લીન કરો. આ ઇકો-ફ્રેન્ડલી હોમસ્ટેમાં મનુષ્ય અને પર્યાવરણ વચ્ચેના નાજુક સંતુલનની ઉજવણી કરીને, ટકાઉપણુંના સિદ્ધાંતોને અપનાવવામાં આવે છે. લીલીછમ હરિયાળીની વચ્ચે વસેલા, આ સ્વર્ગો એક શાંત-એકાંતની તક આપે છે, જે તમને પ્રકૃતિ સાથે પુનઃજોડાવાની અને તમારા આત્માને રિચાર્જ કરવાની તક પ્રદાન કરે છે. મધ્યપ્રદેશ ટુરીઝમ બોર્ડ રાજ્યમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને એમપીને પ્રવાસીઓ માટે ઇકો-ફ્રેન્ડલી રાજ્ય બનાવવા માટે હમેંશા સમર્પિત છે.
મધ્યપ્રદેશ ટૂરિઝમ દ્વારા દરેક હોમસ્ટેને આરામદાયક અને સમૃદ્ધ અનુભવ પ્રદાન કરતી વખતે ઇકોલોજીકલ પદચિહ્નને ઘટાડવા માટે વિચારપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યું છે. સ્થાનિક રીતે પ્રાપ્ત સામગ્રી અને પરંપરાગત તકનીકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ, આ આવાસ વાતાવરણમાં એકીકૃત રીતે ભળી જાય છે, જે પ્રકૃતિ સાથે સુમેળભર્યું સહઅસ્તિત્વ બનાવે છે. ઘાંસવાળી છતથી માટીની દિવાલો સુધી, દરેક પાસું આ પ્રદેશના સાંસ્કૃતિક વારસાને જાળવવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. પ્રવાસીઓ જ્યારે એમપીની ટૂર પર હોય છે ત્યારે તેઓ રાજ્યની વિવિધ જનજાતિઓની સ્થાનિક વાનગીઓનો આનંદ માણે છે અને આદિવાસી નૃત્ય સ્વરૂપો, સ્થાનિક કલા અને હસ્તકલા સાથે એમપીના સાંસ્કૃતિક અનુભવોનો એક ભાગ બની જાય છે.
કેકડિયા અને ખારી – કેકડિયા અને ખારીના હોમસ્ટેસમાં પ્રવાસીઓ આકર્ષક લીલાછમ જંગલો તરફ આંખો ખોલો ત્યારે પક્ષીઓના સંગીતના મધુર કોરસથી અભિભૂત થઈ જાય છે. તેઓ પોતાની જાતને જૈવિક ખેતી પ્રવૃત્તિઓમાં જોડી, ત્યાંની પરંપરાગત કૃષિ પદ્ધતિઓ શીખી શકે છે અને ગામની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સામેલ થઈ શકે છે. સાહસ પ્રેમીઓ દ્વારા પર્યાવરણીય મૈત્રીપૂર્ણ મનોરંજન પ્રવૃત્તિઓ સાથે રસપ્રદ સાયકલિંગ ટ્રેક પણ કરી શકે છે.
જોવાલાયક સ્થળો – રોક શેલ્ટર પેઈન્ટિંગ્સ અને જૈન મંદિર
લાધપુરા ખાસ – એમપીના સૌથી આધ્યાત્મિક સ્થળોમાંનું એક, ઓરછા પાસે લાધપુરા ખાસ નામનું એક ભવ્ય ગામ છે જ્યાં પ્રવાસીઓ રોયલ હોમસ્ટે શોધી શકે છે અને ઓરછા પક્ષી અભ્યારણ, ઓરછાના સૂર્યાસ્ત બિંદુઓ, બેટવા નદીમાં રાફ્ટિંગ જેવી પ્રવૃતિઓનો આનંદ માણી શકે છે અને તેમના નાટક અને સંગીત સાથે સંસ્કૃતિમાં ભળી શકે છે. પ્રવાસી માટીકામ અને અન્ય ગ્રામીણ કળા જેવી પ્રવૃત્તિઓ પણ માણી શકો છો. લાધપુરા ખાસને 2021 માં યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામ પુરસ્કારો માટે પણ નામાંકિત કર્યું હતું.

મધ્યપ્રદેશ એક અગ્રણી રાજ્ય છે જેણે રિસ્પોન્સિબલ ટુરિઝમનો વિચાર સફળતાપૂર્વક અમલમાં મૂક્યો છે. પ્રવાસીઓ પ્રકૃતિ અને સંસ્કૃતિની નજીક અનુભવે તે માટે હોમસ્ટે, ગ્રામ સ્ટે અને ફાર્મ સ્ટે સહિતની વિવિધ પહેલો વિકસાવવામાં આવી છે, મહિલાઓ માટે સલામત પ્રવાસન સ્થળો એ બોર્ડ માટે મુખ્ય પરિબળ છે કારણ કે અમે એકલ મહિલા પ્રવાસીઓ માટે સલામત અને આશ્વાસન આપનારો અનુભવ પ્રદાન કરવા માંગીએ છીએ. રિસ્પોન્સિબલ સોવેનીર એ એક પ્રોગ્રામ છે જે પરંપરાગત સંભારણું અને કલા સ્વરૂપોને સુનિશ્ચિત કરવા અને પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ-ક્લીન ડેસ્ટિનેશન અમારા માટે હંમેશા પ્રાથમિકતા રહી છે, મધ્યપ્રદેશ દેશના ટોચના બે સૌથી સ્વચ્છ શહેરોનું ઘર છે અને અમે પ્રવાસીઓ માટે સ્વચ્છ સ્થળો પ્રદાન કરવાના અમારા વિચાર પર ખૂબ ગર્વ અનુભવીએ છીએ. – પ્રવાસન અને સંસ્કૃતિ વિભાગના અગ્ર સચિવ અને એમપી ટુરિઝમ બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી શિવ શેખર શુક્લા (આઈએએસ)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.