વડોદરામાં ચૂંટણી અંતર્ગત ગોઠવાયો ચાંપતો પોલીસ બંદોબસ્ત ; ગોરવા ITI માં 11 સંવેદનશીલ બૂથ જાહેર

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓના મતદાન આડે હવે ગણતરીના જ કલાકો બાકી છે અને ત્યારે ઠેરઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સયાજી ગંજ મત વિસ્તારમાં આવેલ ગોરવા આઇટીઆઇમાં આવેલા 11 સંવેદનશીલ બૂથ જાહેર કરાયા છે અને જ્યાં મતદાન પ્રક્રિયા દરમિયાન 3400 જવાનો અને પેરા મિલિટરી ફોર્સની 40 કંપનીના જવાનો ફરજ બજાવશે.

વડોદરામાં 5 વિધાનસભા બેઠકોના વિસ્તારમાં કુલ 412 બિલ્ડિંગ અને 1379 બૂથ આવેલાં છે.
ચૂંટણી પંચની ગાઈડ-લાઈન મુજબ જે બિલ્ડિંગમાં 5 કરતાં વધુ બૂથ હોય તેવી ઇમારતને સંવેદનશીલ ગણવામાં આવે છે તેમજ આ ઉપરાંત જ્યાં મિશ્ર વસ્તી હોય અને અસામાજિક તત્ત્વોનાં રહેણાકો અને તેમના અડ્ડા હોય તેવા વિસ્તારો પણ સંવેદનશીલ મથકની યાદીમાં સામેલ કરાયા છે.

મતદાનના દિવસે કુલ 1550 પોલીસ જવાનો, 1850 હોમગાર્ડ જવાનો અને પેરા મિલિટરી ફોર્સની 40 કંપનીઓના જવાનો તૈનાત રહેશે અને શહેરના 921 જવાનો હાલ બીજા વિસ્તારમાં ફરજ બજાવવા માટે ગયા છે અને ત્યારે શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

તા. 5 મી ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણી દરમિયાન 700 મહિલા પોલીસ અને પોલીસના 1550 જવાનો, હોમગાર્ડના 1850 જવાનો અને પેરા મિલિટરીની 40 કંપનીના જવાનો પણ બંદોબસ્તમાં ગોઠવાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.