70 વર્ષ પછી ભારતમાં જોવા મળશે ચિતો આફ્રિકા દ્વારા ભારતને મળી રહેલા ચિત્તાનો જોવા મળ્યો ફોટો, આફ્રિકામાં થયું મેડિકલ પરીક્ષણ..

દુનિયાનો સૌથી ઝડપી દોડનાર પ્રાણી 70 વર્ષ પછી ભારતની જમીન પર ફરીથી એક વખત પાછું ફરી રહ્યું છે. અસલમાં 20 જુલાઈના રોજ ભારત સરકાર અને નામિબીયા વચ્ચે થયેલા કરાર હેઠળ હવે આફ્રિકા ભારતને ચિત્તો આપશે. આ ચીત્તાને મધ્ય પ્રદેશના શ્યોપુરમાં આવેલા કૂનો-પાલપુર નેશનલ પાર્કમાં રાખવામાં આવશે અને શ્યોપુરના કૂનો નેશનલ પાર્કમાં વસવાટ કરવા આવી રહેલા ચિત્તાનું સોમવારે મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ ટ્વીટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો હતો અને તેમણે ટીમને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, વન્યજીવ સંરક્ષણના ઈતિહાસમાં આ એક મહત્ત્વની ઘટના છે અને એમપી તૈયાર છે અને આ ચિત્તાના આવવાની રાહ જોઈ રહ્યું છે. આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર 15 ઓગષ્ટના રોજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરજ સિંહ ચૌહાણે આવનારા ચિત્તાનો ફોટો પણ શેર કર્યો છે અને જેમાં તેનું મેડિકલ થઈ રહેલું જોવા મળે છે.

જણાવી દઈએ કે, શ્યોપુર જિલ્લાના જંગલોમાં ગુજરાતના સિંહના પુનર્વાસ માટે બે દશક પહેલા કૂનો નેશનલ પાર્ક વિકસિત કરવામાં આવ્યો હતો. પરંતુ અહીં ઘણા લાંબા સમય પછી પણ એશિયાટીક લાયન આવી શક્યો નથી અને જેના પછી આફ્રિકાના ચિત્તાઓની શિફ્ટિંગનો પ્રોજેક્ટ બનાવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.