મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ફેસબુક લાઇવમાં કહ્યું હતું કે,છેલ્લા એક વર્ષથી લડી રહ્યાં છીએ આપણે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ફેસબુક લાઇવમાં કહ્યું હતું કે છેલ્લા એક વર્ષથી આપણે લડી રહ્યાં છીએ. રાજ્ય અને દેશનો સામાન્ય માણસ પણ લડી રહ્યો છે. આ મહામારીમાં જો કોઇનું સૌથી વધુ યોગદાન રહ્યું હોય તો કોરોના વોરિયર્સ છે.

હું ડોક્ટર,નર્સ અને પેરા મેડીકલ સ્ટાફનો આભાર માનું છું. તેમના થકી ગુજરાત લડાઇ લડી રહ્યું છે. વર્ષે પહેલાં જ્યારે મહામારીની શરૂઆત થઇ ત્યારથી મેડીકલ સ્ટાફ લડે છે. ડોક્ટર, નર્સ અને સ્ટાફે જીવ પણ ગુમાવ્યા છે. એક એવો સમય આવ્યો હતો કે આપણે કોરોના મુક્ત તરફ ગતિ કરી રહ્યાં હતા પરંતુ માર્ચ મહિનામાં ફરીથી કેસ વધ્યાં છે.

થકાવટ અને નિરાશા આવે તે સ્વાભાવિક છે. કોરોના ક્યારે હટશે તેવો પ્રશ્ન લોકોને છે. ગુજરાતની સાડા છ કરોડની જનતા તમારી સાથે છે. આપણો વિજય થવાનો છે. વેક્સિન શસ્ત્ર છે. ઝડપથી આપણે બહાર નિકળીશું.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news