ચેતન સાકરિયાનું થયુ ભારતની ટીમમાં સિલેક્શન,કોરોનામાં પિતાની છત્રછાયા ગુમાવી……

IPL 2021માં ચેતન સાકરિયાએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ અને તેના કારણે જ ચેતનનું ભારતીય ક્રિકેટ ટીમમાં સિલેક્શન થઇ ગયુ છે. શ્રીલંકા પ્રવાસ માટે ચેતનનું સિલેક્શન થયુ છે. IPL 2021માં 7 વિકેટ લીધી હતી.

રાજસ્થાન રોયલે ટ્વિટ કરી માહિતી આપી હતી કે “ચેતન સાકરીયાનાં પિતા કાનજીભાઇ સાકરીયાનાં પિતાના અવસાનની જાણકારી મળતા અમે ઘણું દુખ અનુભવીએ છીએ. તેના પિતા કોરોના સામેની લડાઈ હારી ગયા.

ચેતન નવા યુવા ક્રિકેટરોની યાદીમાં સામેલ થવા જઈ રહ્યો છે. પોતાના આકર્ષક પરફોર્મન્સનાં કારણે ઘણા લોકોનું તે ધ્યાન ખેંચી શક્યો. IPL સ્થગિત થયા પહેલા ભલે તેમની ટીમ પોઈન્ટ ટેબલમાં પાછળ રહી હોય, પણ ચેતનની બોલિંગ અને ફિલ્ડિંગ થી લોકો એ તેનાં વખાણનાં પુલ બાંધ્યા હતા.

ચેતને થોડા દિવસ પહેલા જ લખ્યું હતું કે “હું નસીબવાળો છું કે મને થોડા દિવસ પહેલા પૈસા આપવામાં આવ્યા, એ પૈસા મે ઘરે મોકલાવી દીધા જેથી મારા પપ્પાની સારવાર થઈ શકે. IPL સ્થગિત થયા બાદ તે PPE કીટ પહેરી પોતાના પિતાને મળવા હોસ્પિટલ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news