ચીની સરકાર અને રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની નારાજગી બાદથી, જૈક માનો કારોબાર નિશાના પર

રિપોર્ટ્સ મુજબ, ચીની સરકાર અને ખાસ કરીને રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ ની નારાજગી બાદથી જ જૈક માનો કારોબાર નિશાના પર છે. આ ઉપરાંત જૈક મા સાર્વજનિક કાર્યક્રમોમાં આવવાનું ટાળી રહ્યા છે. જૈક માથી પહેલા પણ ચીની અબજપતિ આવી જ રીતે કોમ્યુનિસ્ટ પાર્ટી કે સરકારના નિશાન પર આવી ચૂક્યા છે.

જૈક માના આ પ્રકારના ગાયબ થયા બાદ અનેક પ્રકારની આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ANT ગ્રુપના ફાઉન્ડર ચીનના સૌથી અમીર લોકો પૈકી એક જૈક મા અલીબાબાના પણ ફાઉન્ડર છે.

જૈક માએ ગત વર્ષે ઓક્ટોબરમાં ચીનની સરકારી બેંકો પર વ્યાજખોર જેવો વ્યવહાર કરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે માત્ર બેંકો માત્ર એ લોકોને જ લોન આપે છે જે બદલમાં કંઈક ગિરવે મૂકે છે.

જૈક માએ ચીનના બેજિંગ સિસ્ટમની ટીકા કરતાં તેને જૂની કરાર કરી હતી. ત્યારબાદ તેઓ ટીકાકારોના ઘેરામાં આવી ગયા હતા. અહેવાલો મુજબ, જૈક માના આ મંતવ્ય પર કોમ્યુનિસ્ટ પાર્ટી અને સરકારના અધિકારીઓએ વાંધો ઉઠાવ્યો હતો.

થોડા દિવસો પહેલા જાણીતા ટીવી શો Den-style TV show Africa’s Business Heroesથી પણ અચાનક જ જૈક માનું નામ હટાવી દેવામાં આવ્યું. ત્યાં સુધી કે શોના પોસ્ટરથી પણ તેમની તસવીર હટાવી દેવામાં આવી.

ઉલ્લેખનીય છે કે, આ શોને પ્રોડ્યૂસ કરનારી કંપની જૈક માની જ છે અને તેમને જ શોથી બહાર થવું પડ્યું છે.

અલીબાબાના કો-ફાઉન્ડર જૈક માને ઓક્ટોકબરના અંતથી લગભગ 11 અબજ ડૉલરનો ઝટકો લાગ્યો છે. ભારતીય કરન્સીમાં આ રકમ 80 હજાર કરોડ રૂપિયાથી પણ વધુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news