ચાઈનિઝ એપ્સે દરરોજ ગુજરાતીઓનાં ૦૨ કરોડ ખંખેરી લીધા, તમે તો નથી વાપરતાંને આ એપ.. જરૂર વાંચજો..

અમદાવાદ અને ગુજરાત માટે એક-કા-ડબલ જેવા આર્થિક કૌભાંડો નવાં નથી. પણ, કોરોના કાળમાં ઘરબેઠાં મોબાઈલ ફોન એપ્લિકેશનથી એક કા ડબલ કૌભાંડ આચરી દેશના છ રાજ્યના પાંચ લાખથી વધુ લોકોના ૨૫૦ કરોડ રુપિયાથી વધુ નાણાં ઓળવી જવાયાં છે. પાવર બેન્ક સહિતની અડાૃધો ડઝન જેટલી મોબાઈલ ફોન એપ્લિકેશનથી રોકાણો મેળવવામાં આવ્યાં. રોકાણ કરનારને મલ્ટીલેવલ માર્કેટિંગ એટલે કે ઓળખીતા-પાળખીતાના રોકાણ લાવી આપે તો કમિશનની લાલચ આપવામાં આવી. ચાર જ મહિનામાં ૨૫૦ કરોડથી વધુ રકમની ઠગાઈ કરી ચાઈનીઝ કૌભાંડી ટોળકીએ આ એપ્લિકેશન આટોપી લીધી છે. દિલ્હી, મુંબઈ, ઉત્તરાખંડ સહિત અડાૃધો ડઝન રાજ્યની પોલીસ આ કૌભાંડની ફરિયાદો નોંધી તપાસ કરી રહી છે. અમદાવાદ-સુરતમાં રોકાણના પૈસાના ઈ-ટ્રાન્સફર અને આ જ પૈસાથી ક્રિપ્ટો કરન્સીની ખરીદી મુદ્દે તેમજ જુનાગઢ-સુરતમાં રોકાણ મેળવતી કંપની હોવા અંગે બીજા રાજ્યની પોલીસે તપાસ કરી છે.

સુરતમાં તો બે યુવકની ધરપકડ પણ કરવામાં આવી છે. ભૂજમાં બે રોકાણકારોએ ફરિયાદ નોંધાવી તે પછી ભૂજ સાયબર ક્રાઈમ બ્રાન્ચે કૌભાંડના મૂળ ચીનમાં હોવાનો ભંડાફોડ પણ કર્યો હતો. પોલીસ પછી એનઆઈએ અને ઈડી આ આંતરરાષ્ટ્રીય કૌભાંડની તપાસમાં જોડાનાર છે.

કોરોનામાં ધંધા-રોજગાર ઠપ્પ હતાં અને લોકો મોબાઈલ ફોન અને સોશિયલ મિડિયા ઉપર વધુ વ્યસ્ત હતાં. બસ, આ તકનો ગેરલાભ લેવા ચાઈનીઝ ઠગ ટોળકી સક્રિય થઈ. ઘરબેઠાં કમાણી કરવા માટે સોશિયલ મિડિયા પર પાવર બેન્ક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લાલચ આપવામાં આવી. એપ્લિકેશન ડાઉનલોડ કરો તેમાં કંપની મોકલે તે ડેટાને લાઈક કરવાનું કામ જ કરવાનું હતું. એપ્લિકેશન ડાઉનલોડ કરો તે પછી પૈસા મળતાં થાય તે પછી ૩૦૦થી ૩૦૦૦ રુપિયાના સામાન્ય રોકાણ સાથે બીજા રોકાણકારોને લિન્ક મોકલવાથી વધુ પૈસા મળે તેવી લાલચ આપવામાં આવી. ૩૦૦૦૦ રુપિયા ભરીને વીઆઈપી મેમ્બરશીપ મેળવો એટલે ૨૪થી ૩૫ દિવસમાં પૈસા ડબલ થઈ જશે તેવી ખાતરી આપવામાં આવે. આ પધ્ધતિથી ફેબુ્રઆરી-૨૦૨૧થી તા. ૧૨-૫-૨૦૨૧ સુધીમાં ચાઈનાની ઈ-ચીટરોની ટોળકી ભારતના પાંચ લાખથી વધુ રોકાણકારોના ૨૫૦ કરોડ રુપિયાથી વધુ ચાઊં કરી ચૂકી છે.

ચાઈનીઝ ગઠિયાઓએ આ રીતે જાળ બિછાવી.,
મોબાઈલ ફોન ઉપર સોશિયલ મિડિયાના જુદા-જુદા માધ્યમોમાં ‘ઘરબેઠાં કમાવો’ની લિન્ક મોકલવામાં આવે છે.
લિન્ક ખોલતાં એપ્લિકેશન ડાઉનલોડ કરાવાય અને એક કલાક એપ્લિકેશન ચાલુ રાખીને ઘરબેઠાં કામ કરો એટલે પહેલી કલાકે જ બેન્ક એકાઉન્ટની વિગતો આપી હોય તેમાં ૬થી ૧૦ રુપિયા જમા થાય. આ એક કલાક દરમિયાન જે પોસ્ટ મોકલવામાં આવે તે લાઈક કરવાની જ છે એટલું જ કહેવામાં આવે.
વિશ્વાસ બેસે એટલે ૩૦૦ રુપિયાનું રોકાણ કરાવવામાં આવે અને કલાકોમાં જ ૧૦ ટકા એટલે ૩૦ રુપિયા રિફંડ આપવામાં આવે.
આ પ્રકારે તોસ્તાન વળતરની લાલચ આપીને મલ્ટીલેવલ માર્કેટિંગની માફક જેટલા વધુ મેમ્બર લાવી એપ્લિકેશન ડાઉનલોડ કરાવો તેટલું વધુ કમિશન મળશે તેવી લાલચ આપવામાં આવે.
મેમ્બર બનાવો એટલે ૩૦૦થી વધી ૩૦૦૦, ૩૦૦૦૦ અને ૩ લાખ સુધીના રોકાણ કરી વી.આઈ.પી. મેમ્બરશીપની ઓફર કરવામાં આવે. આ મેમ્બરશીપ મેળવી વધુ પૈસાનું રોકાણ કરો એટલું જોખમ વધી જાય છે.
મોટું રોકાણ થાય પછી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર થયાનું બતાવે પણ રોકાણકારના બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા થતાં નથી.
દરરોજ ૩૦૦થી ૩૦૦૦૦ રુપિયા સુધી કમાણી કરવાની લાલચ.
પાવર બેન્ક એપ્લિકેશન થકી ચાઈનીઝ ઠગ કંપનીએ તમારા રોકાણથી કંપની ગ્રો કરશે અને તમે પણ કમાશો તેવી લાલચ આપી હતી.
આવી મોબાઈલ એપ્લિકેશન ઉપર પોતે ટેકનોલોજી સ્ટાર્ટઅપ, ફ્રી વીપીએન, ડીજીટલ માર્કેટ ગ્લોબલ લિડર્સ કે સર્વિસ પ્રોવાઈડર કંપની હોવાનો દાવો કરે છે.

આ કૌભાંડની ફરિયાદો થતાં દિલ્હી, મુંબઈ, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ગુજરાતના ભૂજ પોલીસ સ્ટેશનમાં થઈ ચૂકી છે. ભૂજમાં આવેલા બોર્ડર રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં તા. ૯ જુનના રોજ ભૂજના મયૂરભાઈ ચંદુલાલ શેઠે ફરિયાદ નોંધાવી છે. મયૂરભાઈએ તા. ૧૫ માર્ચથી ૧૨ મે સુધીમાં ટૂકડે ટૂકડે ૪૮૩૦૦ રુપિયા પાવર બેન્ક નામની એપ્લિકેશનમાં ભર્યાં હતાં. દરરોજ નિયમીત રીતે નાણાંનું વળતર આપવાની લાલચ આપ્યા પછી ૧૭૪૨૨ રુપિયા જ પરત મળ્યાં હતાં. તેમના બે ભત્રીજીના રોકાણો પણ મળી કુલ ત્રણ રોકાણમાં ૪૧૪૦૦ રુપિયાની છેતરપિંડી કરાયાની ફરિયાદ નોંધાવાઈ છે. તા. ૧૦ મેથી સાઈટ બંધ થઈ જતાં કરાયેલી આ ફરિયાદના પગલે ભૂજ સાયબર સેલના પી.આઈ. વિવેક એસ. પટેલ અને ટીમે અમદાવાદ સુધી તપાસ કરીને આ કૌભાંડ ચાઈનાથી ઓપરેટ થતું હોવાનો ભંડાફોડ પણ કર્યો છે.રાજ્યના અન્ય શહેરોમાં આવી છેતરપિંડી થયા અંગે તપાસ કરવા ડીજીપીએ આદેશ કર્યાં છે.

દિલ્હી પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ આ પાંચ મોબાઈલ ફોન એપ્લિકેશન થકી રોકાણ કરતાં ચેતજો. પાવર બેન્ક, લાઈટનિંગ પાવર બેન્ક, સન ફેક્ટરી, ઈઝી પ્લાન અને પોકેટ વોલેટ નામની એપ્લિકેશનો સ્થગિત કરવા ગુગલને લખાયું છે. પણ, આ પાંચ ઉપરાંત અન્ય શંકાસ્પદ એપ્લિકેશન જણાય તો રોકાણ કરતાં પહેલાં સો વખત વિચારવા પોલીસે અપીલ કરી છે.

દેશના છ રાજ્યોમાં ૧૦૦થી શેલ (નકલી) કંપની ખોલી એપ્લિકેશનથી રોકાણો મેળવાયાં હતાં. આ રોકાણકારોને પૈસા નહીં આપી તમામ નાણાં પેમેન્ટ ગેટથી મેળવી લઈને ક્રિપ્ટો કરન્સી ખરીદી લઈ ચાઈનામાં રહેલી ઠગ ટોળકી ઓળવી ગઈ છે. પાંચ લાખથી વધુ લોકો સાથે ૨૫૦ કરોડ રુપિયાથી વધુ રકમની છેતરપિંડી કરવામાં આવી છે. દિલ્હી, મુંબઈ અને ઉત્તરાખંડ પોલીસ આ કેસમાં અમદાવાદ, સુરત અને જૂનાગઢ તપાસ કરી રહી છે. સુરતમાં એક શેલ કંપની ચલાવતાં બે લોકોને ઝડપી લેવાયાં હતાં. દેશની સર્વોત્તમ એજન્સી એનઆઈએ ઉપરાંત ઈડી (એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ)એ પણ તપાસમાં ઝંપલાવ્યું છે’.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news