ચોપરાએ રાજ વિરુદ્ધ આપ્યું પોલીસ સમક્ષ નિવેદન, કહયું આટલામાં કરાવ્યું….!!!

બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને જાણિતા બિઝનેસમેન રાજ કુંદ્રાની ગત રાત્રે ધરપકડ કરવામાં આવી છે. તેમના પર અશ્લિલ ફિલ્મો બનાવવાનો અને તેને કેટલીક એપ્સ પર અપલોડ કરવાનો આરોપ લાગ્યો છે. મુંબઈ પોલિસની ક્રાઈમ બ્રાંચ આ બાબતે ખૂબજ ઝડપી કાર્યવાહી કરી રહી છે. આ મામલામાં એક્ટ્રેસ અને મોડલ શર્લિન ચોપરા અને પૂનમ પાંડેએ મહારાષ્ટ્ર સાઈબર સેલને પોતાનું સ્ટેટમેન્ટ પહેલેથી નોંધાવી દીધું છે. તેમના નિવેદનોમાં જ રાજ કુંદ્રાનું નામ બહાર આવ્યું છે.

26 માર્ચના મુંબઈ પોલીસે આ બાબતે એકતા કપૂરનું પણ સ્ટેટમેન્ટ લીધું ;
મુંબઈ પોલિસ આ વર્ષે ફેબ્રુઆરીમાં સોફ્ટ પોર્નોગ્રાફિકથી જોડાયેલી ફિલ્મો બનાવવા અને તેને અપલોડ કરવા મામલો નોંધ્યો હતો. 26 માર્ચના મુંબઈ પોલીસે આ બાબતે એકતા કપૂરનું પણ સ્ટેટમેન્ટ લીધું હતું. મહારાષ્ટ્ર સાઈબર સેલને શર્લિન ચોપરા અને પૂનમ પાંડેએ સ્ટેટમેન્ટ પહેલેથી નોંધાવી દીધું છે. રાજ કુંદ્રાની વિરુદ્ધ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કેસ નોંધ્યો હતો અને હવે ક્રાઈમ બ્રાંચની ટીમે તેની ધરપકડ કરી છે.

એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં લાવનારા રાજ કુંદ્રા ;
પોલિસ મુજબ રાજ કુંદ્રાની વિરુદ્ધ મજબૂત પુરાવા મળ્યા છે. FIR મુજબ આ માલામાં રાજ કુંદ્રાનું નામ પોલિસ સામે શર્લિન ચોપરાએ લીધું હતું. પોલિસ મુજબ શર્લિન ચોપરાનું કહેવું છે કે તેને એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં લાવનારા રાજ કુંદ્રા જ છે. દરેક પ્રોજેક્ટ માટે શર્લિન ચોપરાને 30 લાખ રૂપિયા પેમેન્ટ મળતું હતું. શર્લિન મુજબ તેણે આ પ્રકારના લગભગ 15થી 20 પ્રોજેક્ટ કર્યા છે.

પોતાના યુકે સ્થિત સંબંધી સાથે મળીને કંપની બનાવી ;
મુંબઈ પોલીસ કમિશ્નરે નિવેદન જારી કરીને કહ્યું છે કે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ રેકેટમાં રાજ કુંદ્રા મુખ્ય આરોપી છે. પોલીસને તેના વિરુદ્ધ ઘણાં મજબૂત પુરાવા હાથ લાગ્યા છે. જે પછી સોમવારે જ તેની ધરપકડ કરવામાં આવી છે. આજે મુંબઈ પોલિસ રાજ કુંદ્રાને કોર્ટમાં રજૂ કરશે. પોલીસનો દાવો છો કે રાજ કુંદ્રા પોતાના યુકે સ્થિત સંબંધી સાથે મળીને કંપની બનાવી હતી. અને આ કંપની પોર્ન ફિલ્મો બનાવવા માટે કેટલાય એજન્ટોને કોન્ટ્રાક્ટ આપતી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.