2014માં પહેલી વખત પોતાના દમ પર પૂર્ણ બહુમત મેળવવાનું સપનું પૂરું કરી શકી. આ કોઇ કરિશ્માથી ઓછું નહોતું. ત્યારબાદ 2019ની લોકસભા ચૂંટણી (Loksabha Election)માં પીએમ મોદી (PM Modi)નો જાદુ જનતાના માથે ફરીથી એવો ચઢ્યો કે ભાજપ (BJP)ની ઝોળીમાં 303થી વધુ સીટો આવી. કેટલાંક અપવાદોને છોડી ચૂંટણીમાં ‘મોદી મેજિક’ (Modi Magic) એ કમાલ કરી દેખાડી હતી.
આવનારા થોડાંક મહિનામાં પશ્ચિમ બંગાળ (West Bengal), કેરળ (Kerala), અસમ (Assam)જેવા પાંચ અગત્યના રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી (Assembly Election) યોજાવાની છે, પરંતુ તાજેતરના સર્વેમાં બતાવી રહ્યા છે કે મોદીનો જાદુ હજુ પણ યથાવત છે
ઇન્ડિયા ટુડે-કાર્વી ઇનસાઇટ્સના ‘મૂડ ઓફ ધ નેશન’ સર્વે પ્રમાણે જો અત્યારે ચૂંટણી થાય તો એનડીએ 321 સીટોની સાથે ફરી સત્તામાં આવી શકે છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે પ્રજાની પહેલી પસંદ છે. આવી જ રીતે એબીપી ન્યૂઝ-સી વોટના 5 ચૂંટણી રાજ્યો – પશ્ચિમ બંગાળ, અસમ, કેરળ, તામિલનાડુ અને પુડ્ડુચેરીમાં કરાયેલા સર્વે પણ પીએમ મોદીની લોકપ્રિયતા બતાવી રહ્યા છે.
જ્યારે વિરોધીઓ પર પોતાના આગવા અંદાજમાં શબ્દબાણ ચલાવે છો તે તેમના પ્રશંક વાહ! વાહ! કરવા પર મજબૂર થઇ જાય છે. ‘સબ કા સાથ સબકા વિકાસ’ની વાત કહે છે પરંતુ ઘણા લોકો માટે તેમની છબી ‘હિન્દુત્વના ચેમ્પિયન’ની છે. ‘હિન્દુ હૃદય સમ્રાટ’ની છે. તેમના વ્યક્તિત્વની આ બાબતો જ તેમને ‘બ્રાન્ડ મોદી’ બનાવે છે. જેમની ટક્કરમાં દૂર દૂર સુધી કોઇ હાલ બીજા નેતા દેખાતા નથી.
નરેન્દ્ર મોદી એ બીજા કાર્યકાળની શરૂઆતમાં જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપનાર આર્ટિકલ 370ની જોગવાઇઓને સમાપ્ત કરી દીધી. તેની સાથે જ તેમણે જનસંઘના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીના એક દેશ-એક નિશાનના સપનાને સાકાર કર્યું. આ નિર્ણય કેટલો મોટો હતો તેનો અંદાજો તમે તેના પરથી લગાવી શકો છો કે ભાજપના કદ્દાવર નેતા સુષ્મા સ્વરાજે ટ્વીટ કરી તેને એક એવો લમ્હા ગણાવ્યો હતો કે તેમણે પોતાના જીવનકાળમાં જોવાનો ઇંતજાર હતો.
આર્ટિકલ 370 મહિલાઓની સાથે પણ અન્યાય હતો. જમ્મુ-કાશ્મીરની જો કોઇ મહિલા રાજ્યના બહારના વ્યક્તિ સાથે લગ્ન કરતી તો તેની રાજ્યની નાગરિકતા છીનવાઇ જતી. રાજ્યમાં સ્થિતિ સંપત્તિઓમાંથી બેદખલ થઇ જતી હતી. હવે આ અન્યાય ઇતિહાસ બની ચૂકયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.
https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news
Related Posts