ચૂંટણી જિત્યાના 6 દિવસ બાદ ચીને બાઈડેન અને કમલા હેરિસને અભિનંદન આપ્યા

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ 6 દિવસ પછી ચીને નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાઈડનને અભિનંદન આપ્યા છે.

ચીન દુનિયાના એવા ગણતરીના દેશો પૈકીનો એક હતો જેણે બાઈડેનને અભિનંદન આપ્યા નહોતા.ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા વાંગ વેનબિને કહ્યુ હતુ કે, અમારો દેશ અમેરિકાના લોકોની પસંદગીનુ સનામન કરે છે.અમે જો બાઈડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને અભિનંદન આપીએ છે.જોકે ચૂંટણી પરિણામોની અંતિમ જાહેરાત અમેરિકાના કાયદા પ્રમાણે થશે તે વાત અમે માનીએ છે.

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે ચૂંટણીમાં હાર સ્વીકારવાની ના પાડી હતી અને તેના કારણે ચીને બાઈડેનને અત્યાર સુધી જીત માટે અભિનંદન આપ્યા નહોતા.આ પહેલા પીએમ મોદીએ જો બાઈડેનને તેમની સાથેનો પોતાનો ફોટો શેર કરીને શુભેચ્છા પાઠવી હતી.પીએમ મોદીએ કમલા હેરિસને પણ અભિનંદન આપ્યા હતા.

જોકે હવે ચીનને પણ લાગ્યુ છે કે, જો બાઈડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બની ચુક્યા છે એટલે ચીને પણ સત્તાવાર રીતે તેમને અભિનંદન આપ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news