બેઠકમાં બાકીના 4 ચરણ માટે,ચૂંટણી પ્રચારને સંબંધિત મુદ્દા પર ચર્ચા

સૂત્રો અનુસાર આયોગની બેઠકમાં રેલીઓ પર પ્રતિબંધ લગાવવા પર પ્રસ્તાવ મુકી શકે છે. સંવિધાનના અનુચ્છેદ 324 અંતર્ગત શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવા માટે તેમની પાસે આ અધિકાર છે.

મોટી રેલીઓ રોડ શો અને જનસભાઓની જગ્યાએ તે રાજનીતિક દળોથી 5 અથવા 10 કાર્યકર્તાઓના સમૂહોમાં સામાજિક અંતર બનાવી રાખવા માટે ડોર ટુ ડોર પ્રચાર કરવાનો પ્રસ્તાવ રાખી શકે છે.

બેઠકમાં બાકીના 4 ચરણ માટે ચૂંટણી પ્રચારને સંબંધિત મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યાનુસાર બેઠકમાં સામાજિક અંતર અને કોવિડ 19 સાથે જોડાયેવા વિભિન્ન નિયમોનું પાલન કરવા માટે ચર્ચા કરવામાં આવશે.

મતદાનની તારીખની વચ્ચે ઓછામાં ઓછા 4 દિવસનું અંતર હોવુ જોઈએ. એટલા માટે 26 એપ્રિલની પહેલા મતદાન ન થઈ શકે. એટલા માટે મતદાન પાછળ ઠેલી શકાય છે.  પરંતુ આગળ ન લાવી શકાય. બેઠકમાં રાજ્ય ઉપરાંત પોલીસ મહાનિર્દેશક (કાયદા- વ્યવસ્થા) જગ મોહન અને રાજ્યના સ્વાસ્થ્ય સચિવ એનએસ નિગમની બેઠકમાં હાજર રહેશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news