કોમેડિયન ભારતી સિંઘને ત્યાં એનસીબીના દરોડા, ડ્રગ લેતી હોવાની બાતમી મળી હતી

– એક સાથે ત્રણ સ્થળે તપાસ ટુકડી પહોંચી

કોમેડિયન ભારત સિંઘના ઘરે નાર્કોટિક્સ ક્ન્ટ્રોલ બ્યૂરોએ દરોડા પાડ્યા હોવાની જાણકારી મળી હતી. છેલ્લા થોડા સમયથી મનોરંજન ઉદ્યોગ સાથે સંકળાયેલા કલાકારોને ત્યાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

હોનહાર અભિનેતા સુશાંત સિંગ રાજપૂતના અકાળ અવસાનની તપાસ દરમિયાન બોલિવૂડ અને ટેલિવૂડમાં ડ્રગના સેવનની વાતો વહેતી થઇ હતી. આ સંદર્ભમાં એનસીબીએ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, રકુલ સિંઘ વગેરે કલાકારોને તેડાવ્યા હતા અને તેઓ ડ્રગ લે છે કે કેમ એવી પૂછપરછ કરી હતી. ત્યારબાદ કેટલાક અભિનેતાઓને પણ એનસીબીએ તેડાવ્યા હતા.

હવે ટેલિવૂડના કલાકારોનો વારો આવ્યો હોય એવું લાગતું હતું. ભારતીના અંધેરી, લોખંડવાલા કોમ્પલેક્સ અને વરસોવા એમ ત્રણ સ્થલે આવેલા ઘર તથા ઑફિસમાં એનસીબીએ આજે સવારે દરોડા પાડ્યા હોવાની માહિતી મળી હતી. આથી વધુ કોઇ માહિતી હાલ આપવાનો એનસીબીએ ઇનકાર કર્યો હતો. એનસીબીની પ્રવક્તાએ વેઇટ એન્ડ વોચ જેવા શબ્દો ઉચ્ચાર્યા હતા. એક અહેવાલ મુજબ એનસીબીને ચોક્કસ બાતમી મળતાં ભારતીને ત્યાં દરોડા પડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news