આવી રહી છે સુપર લૂકવાળી ઈલેક્ટ્રિક બાઈક,દમદાર સ્પીડ સાથે રેન્જ સાથે….

  ઇલેક્ટ્રિક બાઇક નિર્માતા સ્વિચ મોટોકોર્પે ભારતીય બજારમાં નવી ઇલેક્ટ્રિક મોટરસાઇકલ લોન્ચ કરવાની તેની પ્લાનિંગનો ખુલાસો કર્યો છે. આ બાઇક CSR 762 હશે. આ વર્ષે જુલાઈ-ઓગસ્ટ સુધી આ બાઈલ લોન્ચ થઈ શકે છે. CSR 762 એક પાવરફુલ 3 kW ઇલેક્ટ્રિક મોટર સાથે આવશે.અને કાયમી મેગ્નેટ સિંક્રનસ મોટરને સેન્ટ્રલાઈઝ્ડ ડ્રાઈવ સિસ્ટમ મળે છે અને તે 3.7 kWh બેટરી પેક સાથે આવે છે.

  કંપનીએ પુષ્ટિ કરી છે કે ઇલેક્ટ્રિક મોટરસાઇકલની ટોપ સ્પીડ 110 kmph હશે અને જ્યારે તે 120 kmની રેન્જ આપશે.તો અન્ય સ્પેસિફિકેશન્સ વિશે વાત કરીએ તો, વ્હીલબેઝ 1,430 mm છે, તેની સીટની હાઈટ 780 mm છે. બાઇકનું કુલ વજન 155 કિલો છે.અને ભારતીય જનતા માટે આ એક સુલભ મોટરસાઇકલ બની શકે છે. તેમાં 6 રાઈડિંગ મોડ્સ હશે. ઉપરાંત બ્રાન્ડ વધુ વ્યવહારિકતા માટે બેટરી સ્વેપિંગ જોઈન્ટ્સ ઇન્સ્ટોલ કરવા આતુર છે.

  CSR 762 ના આગામી લોંચ પર બોલતા સ્વિચના સંસ્થાપક રાજકુમાર પટેલ જણાવ્યું હતું કે અમારું લક્ષ્ય ભારતીય ઓટોમોબાઈલ ક્ષેત્રને ઈલેક્ટ્રિક પરિવર્તન સાથે સુધારવાનું છે અને ભારતીયોને તેમની મુસાફરી, લક્ઝરી અને મનોરંજનની રીત પર પુનર્વિચાર કરવા માટે પ્રોત્સાહિત છે. CSR 762 એક ફુલ ઓન-રોડ રાઇડિંગ એક્સપીરિઅન્સમાં પેક કરે છે, જે એક ખૂબ જ મજબૂત ધારણા આપે છે કે તે હકીકતમાં સામાન્ય લોકો માટે એક લક્ઝરી છે.અને CSR 762 બનાવવાનો ઉદ્દેશ્ય બાઇકિંગના શોખીનોને એકસાથે લક્ઝરી, સ્ટાઇલ અને સ્થિરતા પ્રદાન કરવાનો છે.

  સ્વિચ CSR 762ની કિંમત અંદાજે રૂ. 1.65 લાખ હશે(સબસિડી સિવાય),એવુ કંપની દાવો છે. જોકે બ્રાન્ડ 40,000 રૂપિયા સુધીની સબસિડીની અપેક્ષા રાખે છે.

  લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

  તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.