ગ્રાહકો કોઈના પણ સંપર્કમાં આવ્યા વિના ભરાવી શકશે પેટ્રોલ,કંપનીએ કેટલાક પેટ્રોલ પંપને કર્યા ઓટોમેટિક

તમે પણ સોશ્યલ ડિસ્ટન્સિગનું પાલન કરીને પેટ્રોલ અને ડીઝલ  ભરાવી શકો છો. હવે ઇન્ડિયન ઓઈલે પોતાના અનેક પેટ્રોલ પંપને ઓટોમેટિક કર્યા છે. જેનાથી ગ્રાહકનું અડધું કામ ઓટોમેટિક થઈ જાય છે.

કંપનીએ આ જાણકારી તેના ટ્વિટર એકાઉન્ટથી આપી છે. તેના અનુસાર હવે ગ્રાહકોને પેટ્રોલ પંપ પર અલગ અનુભવ થશે. જે આ સમયે જરૂરી પણ છે. એવામાં તમારા માટે જાણવું જરૂરી છે કે કંપનીએ કયા કયા ફેરફાર કર્યા છે અને કઈ રીતે નવી પ્રોસેસમાં તમે કામ કરી શકશો. કંપનીએ ટ્વિટમાં એમ પણ કહ્યું છે કે આ જાહેરાત કરતા અમે આનંદ અનુભવીએ છીએ કે લગભગ 30 હજાર ઈન્ડિયન ઓઈલ હવે ઓટોમેટિક થયા છે.

તમે કાર્ડથી કોન્ટેક્ટલેસ ટેક્નોલોજીથી પેમેન્ટ કરી શકશો અને તમને તેની રસીદ ઓનલાઈન મળી રહેશે. ઈન્ડિયન ઓઈલે લોયલ્ટી પોઈન્ટસનો ઉલ્લેખ પણ કર્યો છે. જે ઈન્ડિયન ઓઈલની ખાસ મેમ્બરશીપ પર મળે છે. તેના માટે ઈન્ડિયન ઓઈલના કાર્ડ બનાવવાના રહે છે. ઈન્ડિયન ઓઈલના અનુસાર હવે પેટ્રોલ પંપને ડિજિટલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news