કોંગ્રેસનો રાજકિય પ્રહાર , રાજકિય ફાયદા માટે ભાજપ સુશાંતનું નામ લઈ રહી છે

બિહાર વિધાનસભાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત થઈ નથી પરંતુ રાજકિય પારો ગરમાયેલો છે. રાજકિય દળો દ્વારા એકબીજા પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. સુશાંત સિંહ પ્રકરણ એમાંથી એક છે.

NDAના વિરોધી દળોને એવું લાગે છે કે, સુશાંત સિંહના પ્રકરણને માત્ર એ માટે ઉઠાવવામાં આવી રહ્યું છે કારણ કે, ભાજપ અને JDUને રાજકિય રીતે તેનો લાભ મળી શકે.

RJD નેતા આ વાતને કહે છે કે સુશાંતના પરિવાર સાથે સૌની સંવેદના છે પરંતુ જે પ્રકારે બિહાર સરકારે આ મુદ્દે સક્રિયતા દેખાડી છે તેનાથી સ્પષ્ટ થઈ ચુક્યું છે કે રાજકિય ફાયદા માટે આ મુદ્દાને સળગતો રાખવામાં આવશે. હવે આ પ્રકારનો આરોપ કોંગ્રેસ તરફથી પણ કરવામાં આવી રહ્યો છે.

લોકસભામાં વિપક્ષી નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, ભાજપા આગામી બિહાર વિધાનસભાની ચૂંટણી માટે એક મુખ્ય રાજનૈતિક ટ્રમ્પ કાર્ડની જેમ સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુંનો ઉપયોગ કરી રહી છે. રિયા ચક્રવર્તીને કોઈ પુરાવા અને જુદાં-જુદાં આરોપ પર હેરાન કરવામાં આવે છે. તેઓ એ દર્શાવવાનો પ્રયાસ કરે છે કે માત્ર ભાજપ જ બિહારીઓને ન્યાય અપાવી શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news