કોરોનાના એક સાથે ભાવનગરમાં 5 કેસ પોઝિટીવ આવ્યા,તંત્ર થયુ દોડતુ,ગુજરાતમાં કુલ સક્રમિત દદિઁની સખ્યા થઇ 68

ગુજરાતમાં ધીમે ધીમે કોરોના વાયરસનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. આજે ભાવનગરમાં એક સાથે પાંચ કોરોનાના નવા કેસ આવતા હાહાકાર મચી ગયો છે. ભાવનગરનાં વડવા રાણીકા જેવા ગીચ વિસ્તારમાં કેસ પોઝિટિવ આવતા સમગ્ર વિસ્તારમાં ચિંતા પ્રસરી ગઈ છે. સાથે સાથે ઘોઘારોડ શિશુવિહાર અને જેસરના કેસ નો પણ રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

આ અગાઉ પણ ભાવનગરમાં કોરાના કારણે એક નું મોત નીપજ્યું હતું વધુ પાંચ કેસ આવતા તંત્ર માં દોડધામ મચી છે. તે સાથે શહેરમાં લોક ડાઉનનું ચુસ્તપણે અમલ થાય અને લોકો હવે ઘર ની બહાર ના નીકળે તેવી તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી  રહી છે.

આ પહેલા રવિવારે રાજકોટ ગ્રામ્યમાં ગીર સોમનાથ અને પોરબંદરમાં પણ એક એક કેસ પોઝિટવ આવ્યા હતા. અમદાવાદ અને સુરતમા પણ રવિવારે એક એક  કેસ પોઝિટિવ સામે આવ્યો હતો. આજના કુલ 5 કેસ સહિત રાજ્યમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 68 થઈ ગઈ છે.

રાજકોટ ગ્રામ્યમાં જે કેસ પોઝિટિવ નોંધાયો હતો તેની ફ્રાન્સની ટ્રાવેલ હિસ્ટ્રી છે. 36 વર્ષીય યુવકને કોરોના વાયરસ પોઝિટિવનો કેસ નોંધાયો છે. રાજકોટમાં કોરોનાના કુલ નવ પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. ગીર સોમનાથમાં વધુ એક કેસ નોંધાતા ત્યાં કુલ 2 કેસ થયા છે. જ્યારે પોરબંદર જિલ્લામાં પ્રથમ કોરોના વાયરસનો કેસ નોંધાયો છે

કોરોના વાયરસના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં પાંચલોકોના મોત થયા છે. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાંથી એક વ્યક્તિ સ્વસ્થ થઈ જતા તેને રજા આપવામાં આવી છે.

અમદાવાદમાં 47 વર્ષના પુરુષનો નવો કેસ નોંધાયો હતો, દુર્ભાગ્યવશ આજે આ વ્યક્તિનું નિધન થયું છે. આ પુરુષમાં ડાયાબિટીસના લક્ષણો પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત અમદાવાદમાં 67 વર્ષના એક મહિલા પણ પોઝિટિવ જણાયા છે જેને લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો હતો. આ ઉપરાંત 34 વર્ષના અમદાવાદના એક પુરુષને પણ કોરોના પોઝિટિવ જણાયો છે. આ યુવાનમાં મુંબઈની ટ્રાવેલ્સ હિસ્ટ્રી જણાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news