કોરોના અસર- મહારાષ્ટ્રની તમામ સરકારી કચેરી સાત દિવસ માટે બંધ

કોરોના વાઈરસના સંકટ સામે લડવા માટે તમામ સરકારી કચેરી 7 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. મંગળવારે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ જાહેર પરિવહન વ્યવસ્થાને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. લોકલ ટ્રેન અને બેસ્ટ બસોના પરિચાલનનો નિર્ણય જલ્દી જ જરૂરી છે.

કોર્પોરેટ સેક્ટરે સવારે જ પોતાની ઓફિસ શત-પ્રતિશત બંધ રાખવાની સાથે કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનો નિર્દેશ આપ્યો છે. કોર્પોરેટ સેક્ટરના પ્રતિનિધિઓએ આ વિશે સરકારને પણ સુચિત કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે, કોર્પોરેટ સેક્ટરના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહ્યું છે. સાથે જ કોરોના પ્રત્યે જાગૃતિ લાવવા માટે પોતાના કર્તવ્યનું પણ નિર્વહન કરી રહ્યાં છે.

દેશમાં મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જ્યાં સૌથી વધારે કોરોના વાઈરસથી સંક્રમિત લોકો છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં શાળા-કૉલેજ, જીમ, સ્વિમિંગ પુલ, થિએટર, મૉલ વગેરે પહેલાં જ 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે. પરીક્ષા પણ રદ્દ કરી દેવામાં આવી છે. હવે લોક ડાઉન થવાથી માત્ર ઈમર્જન્સીની સ્થિતિમાં જ લોકો ઘરેથી બહાર નિકળી શકશે. લોકડાઉનમાં અનાજ, દવા, હોલસ્પિટલ, બેંક અને નાના બાળકો અને વૃદ્ધોની સારસંભાળ માટે જ ઘરેથી બહાર કાઢી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news