ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં આજે જાહેર થશે નવી ગાઈડલાઈન કેટલા વાગ્યાથી નાઈટ કરફ્યુ લાગશે જાણો વિગતો

કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને વાઈબ્રંટ ગુજરાત ગ્લોબલ સમિટ રદ કરાયા બાદ સરકાર તરફથી લગાવવામાં આવનારા નિયંત્રણોને લઈને સૌથી વધુ ચર્ચા અને ચિંતા છે. આજે સાંજે સાત વાગ્યા સુધીમાં આગામી બે અઠવાડિયા માટેની રાજ્ય સરકારનો ગૃહવિભાગ ગાઈડલાઈન બહાર પાડશે. કેમ કે અમદાવાદ, સુરત જેવા મહાનગરોમાં ગ્રામીણ અને નાના શહેરોની તુલનામાં સંક્રમણ ઘણુ વધુ વધી રહ્યું છે ત્યારે મહાનગરોમાં લાગુ કરાયેલા રાત્રી કર્ફ્યુના સમયમાં વધારો થાય તે સ્વભાવિક છે

અને અત્યારે રાત્રી કર્ફ્યુ આ મહાનગરોમાં 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લાગુ છે ત્યારે કર્ફ્યુની સમય મર્યાદા એકથી બે કલાક સુધી વધારવાની શક્યતા છે. એટલે કે મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ 11 વાગ્યાના સ્થાને રાત્રીના 9 કે 10 વાગ્યાથી લાગુ થઈ શકે છે કેમ કે લગ્નપ્રસંગ અને મરણની વિધીમાં પહેલેથી જ આમંત્રિત મહેમાનોની સંખ્યા પર ઘણા નિયંત્રણો મૂકાયા છે ત્યારે આ સંખ્યામાં મોટો ઘટાડો થાય તેવી શક્યતા નહીંવત છે.

ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં મહતમ સંખ્યામાં કોઈ મોટો ઘટાડો ન કરાય પરંતું આવા કાર્યક્રમોમાં નિયમોનું પાલન સખ્તાઈથી થાય તે માટે સૂચનાઓ અપાઇ ચૂકી છે અને શહેરી વિસ્તારમાં ચા-નાસ્તાની લારી અને પાનના ગલ્લા પર ભીડભાડ ન થાય તેનું ધ્યાન રાખવાની પણ સ્થાનિક પ્રશાસનને સૂચના અપાશે અને ઉત્તરાયણના દિવસે પણ લોકો ઉત્સવ મનાવી શકે પરંતું એક જ અગાશી પર ટોળા ન વળે તે અંગે પણ માર્ગદર્શિકામાં સ્પષ્ટતા હશે. તેમજ સાથે જ રેસ્ટોરંટ, હેલ્થ કલબ, સ્પા વગેરેમાં વધારાના કોઈ નવા નિયંત્રણો લગાવવાના સ્થાને નિયમોનું પાલન કરાવવા આદેશો અપાશે અને આપણા રાજ્યની ઓળખ આર્થિક ગતિવિધીઓના કારણે છે

ત્યારે આર્થિક અને ઔદ્યોગિક ગતિવિધિઓ પર કોઈ પણ પ્રકારના વધારાના અંકુશ લગાવવાના મૂડમાં સરકાર નથી અને કુલ મળીને આજે સાંજે જાહેર થનારી ગાઈડલાઈંસમાં વધારાના થોડા ઘણા નિયંત્રણો ચોક્કસથી હોઈ શકે છે પરંતું કોઈ મોટો ફેરફાર નવી માર્ગદર્શિકામાં નહીં હોય અને એટલું જ નહીં નવી ગાઈડલાઈંસનું પાલન વધુ સખ્તાઈથી થાય તે માટેની સૂચનાઓ જરૂર હશે. જોકે શાળાઓના વર્ગખંડમાં શિક્ષણને લઈને મોટા સુધાર સંભવ છે અને ખાસ કરીને પ્રાથમિક શાળા તેમાં પણ ધો. 1થી 5માં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવે તેવી શક્યતા સવિશેષ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.