કોરોના મહામારી વચ્ચે ભારતમાં અંદાજીત ૫૦ લાખથી વધુ લોકોનાં મોત. જાણો કોણે કયૉ છે દાવો.!

કોરોના વાયરસની ત્રીજી લહેરની શક્યતાનું સંકટનો સામનો કરી રહ્યુ છે ભારત બીજી લહેરમાં કોરોનાનું વિકરાળ રુપ જોઈ ચૂક્યું છે. ભારતમાં ભલે સરકારી આંકડાના હિસાબે લગભગ 4 લાખથી વધારે લોકોના મોત થયા હોય પણ અમેરિકાની રિપોર્ટ મુજબ 10 ગણા વધારે હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અમેરિકામાં શોધ ગ્રુપના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં કોરોના મહામારીથી 34થી 47 લાખ મોત થયા છે. જે કેન્દ્ર સરકારના આંકડાથી 10 ગણુ વધારે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર ભારતમાં અત્યાર સુધી કોરોનાથી 4, 14, 482 લોકોના મોત થયા છે. જે દુનિયામાં ત્રીજા નંબર પર છે. ત્યારે અમેરિકામાં 60,9000 અને બ્રાઝિલમાં 542000 મોત થયા છે. અમેરિકાના સ્ટડી ગ્રુપ સેન્ટર ઓફ ગ્લોબલ ડેવલપમેન્ટના રિપોર્ટમાં જે દાવો કરવામાં આવ્યો છે. તે અત્યાર સુધીમાં સૌથી વધારે છે જે કોઈ સંગઠન તરફથી જણાવવામાં આવ્યો છે.

કોરોના સાથે જોડતા ભારત સરકારના આંકડા પર સવાલ કર્યા ;                                                         શોધકર્તાઓનું કહેવું છે કે હકિકતમાં મોતનો આંકડો અનેક મિલિયન થઈ શકે છે. જો આ આંકડો જોવામાં આવે તો ભારતમાં વસ્તી અને વિભાજન બાદ આ સૌથી મોટો હિસ્સો છે. સેન્ટર અને પોતાના અધ્યયન હેઠળ કોરોનાના સમયમાં અનેક મોત અને તેની પહેલાના વર્ષમાં ગુમાવેલા જીવોનું વિશ્લેષણ કર્યુ છે. આના આધાર પર જ સેન્ટર 2020થી 2021ના દરમિયાન મોતના આંકડા કાઢવામાં આવ્યા છે અને તેને કોરોના સાથે જોડતા સરકારના આંકડા પર સવાલ કર્યા છે.

આ રિપોર્ટના ઓર્થરોમાં મોદી સરકારના મુખ્ય આર્થિક સલાહકાર રહેલા અરવિંદ સુબ્રમણ્યન પણ સામેલ ;              સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ સ્ટડી તરફથી મંગળવારે જારી રિપોર્ટમાં સરકારી આંકડા, આંતરરાષ્ટ્રીય અનુમાનો, સેરોલોજિકલ રિપોર્ટો અને ઘરોમાં થયેલા સર્વેનો આધાર બનાવાયો છે. આ રિપોર્ટની ખાસ વાત એ છે કે આ રિપોર્ટના ઓર્થરોમાં મોદી સરકારના મુખ્ય આર્થિક સલાહકાર રહેલા અરવિંદ સુબ્રમણ્યન પણ સામેલ છે. શોધકતાઓનો દાવો છે કે કોરોનાથી મરનારોનો વાસ્તવિક આંકડો એકાદ હજાર લાખ નહીં પણ લાખો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news