કોરોનાના પ્રસાર માટે તબલિગી જમાત જ જવાબદાર છે તેમ કહેવુ ખોટુ: ICSR

દેશના વૈજ્ઞાનિકોના એક જૂથનુ કહેવુ છે કે, ભારતમાં કોરોનાના પ્રસાર માટે તબલિગી જમાતના જ લોકો જવાબદાર છે તેમ કહેવુ ખોટુ છે.

ICSR (ઈન્ડિયન સાયન્ટીસ્ટસ રિસપોન્સ ટૂ કોવિડ-19) નામના આ ગ્રૂપનુ કહેવુ છે કે, કેટલાક રાજકીય નેતાઓ અને મીડિયાએ આ મામલા પર શરુઆતમાં જ લોકોને ગેરમાર્ગે દોર્યા હતા.

આ જૂથનુ કહેવુ છે કે, વંશિય, ધાર્મિક કે જાતીય આધારે કોરોના વાયરસના દર્દીઓની પ્રફાઈલિંગ કરી શકાય નહી. કોરોના વાયરસ વચ્ચે તબલિગી જમાતના કાર્યક્રમને રદ કરવા માટે સરકાર અને કેન્દ્રે પગલા લેવાની જરુર હતી.

સાથે સાથે ICSRનુ કહેવુ છે કે, આ કાર્યક્રમમાં હાજર લોકો અને તેમના સંપર્કમાં આવેલા લોકોમાં કેટલા ટેસ્ટ કરાયા છે અને તેમાં પોઝિટિવ જાહેર થયેલા દર્દીઓના ટેસ્ટના મુકાબલે સામાન્ય લોકો પર થયેલા ટેસ્ટની શું અસર છે તેની સરખામણીનો ડેટા જાહેર કરાયો નથી.

ગ્રૂપનુ કહેવુ છે કે, દેશમાં કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવા લોકોની સંખ્યા જે જાહેર કરાયેલા આંકડા છે તેના કરતા વધારે છે. રાષ્ટ્રિય સ્તરના આંકડા જોવામાં આવે તો દર્દીઓની સંખ્યામાં થયેલા વધારાની સામે દિલ્હીની ઘટનાની અસર ઓછી સાબિત થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.