કોરોના નાં વધતા જતા કેસો વચ્ચે અમદાવાદમાં આ વિસ્તારોમાં કરફ્યું લાગુ કરવાનો નિર્ણય લેવાયો

અમદાવાદમાં 27 વિસ્તારમાં રાતના 10 કલાક બાદ બજારો બંધ, માત્ર દવાની દુકાનો રહેશે ખુલ્લી

અમદાવાદમાં વધતા જતા કેસો વચ્ચે શહેરના 27 વિસ્તારોમાં કરફ્યું લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લાં 4 મહિનામાં શ્રેણીબદ્ધ પગલાં ભરતાં કોરોના કાબૂમાં આવી ગયો હતો. આમ છતાં છેલ્લા 10થી 15 દિવસમાં શહેરના યુવા વર્ગ દ્વારા કોવિડ ગાઈડલાઈનનો સદંતર ભંગ કરવામાં આવતો હતો. જેને પગલે આજે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદવના ખાસ કરીને બાળકો, વયોવૃદ્ધ વડીલોને કોરોનાથી બચાવવા માટે રાત્રીના 10 વાગ્યા બાદ 27 વિસ્તારમાં બજારો બંધ કરાવાનો નિર્ણય કરાયો છે. જ્યાં માત્ર દવાની દુકાનો જ ખુલ્લી રહેશે.

અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ત્યારે હવે કોરોનાનો રોગચાળો ફરી માથુ ઉંચકી રહ્યો છે. નવા કેસો અને એકટિવ કેસ બન્નેમાં વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે નજીકમાં આવતાં તહેવારો અને ઋતુ પરિવર્તનનું વાતાવરણ પણ તેમાં ઉમેરો કરશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

દરમ્યાનમાં સરકારી યાદી મુજબ આજે એક જ દિવસમાં વધુ 178 લોકો સંક્રમિત થતાં તેમણે સારવાર લેવાનું ચાલુ કર્યું છે. બે મહિના બાદ અમદાવાદના આંકડા સુરતની આગળ નિકળી ગયા છે. નોંધપાત્ર છે કે અમદાવાદ શહેરમા મ્યુનિ. કર્મચારીઓની ટીમો ચેકીંગમાં નિકળી ત્યારે આઇઆઇએમ રોડ, એચ.એલ. કોલેજ રોડ, સિંધુભવન રોડ પર ચા, કોફીના સ્ટોલ અને ફુડપાર્લરો પર વળેલાં યુવક-યુવતિઓના ટોળાં ભાગવા માંડયા હતાં. આ દરમ્યાન કેટલાંક સ્ટોલ્સ સીલ કર્યા હતા. કેટલાંકને દંડ ફટકારાયો હતો.

આ વિસ્તાર રાતના દસ વાગ્યા પછી રહેશે બંધ

– પ્રહલાદનગર રોડ
– YMCAથી કાકે દા ઢાબા (કર્ણાવતી ક્લબ રોડ)
– પ્રહલાદનગર ગાર્ડનથી પેલેડીયમ સર્કલ (કોર્પોરેટ રોડ)
– બુટ ભવાની મંદિરથી આનંદનગર રોડ
– એસ જી હાઇવે
– ઇસ્કોન ક્રોસ રોડથી શપથ 4-5 સર્વિસ રોડ
– સિંધુ ભવન રોડ
– બોપલ-આંબલી રોડ
– ઇસ્કોનથી બોપલ-આંબલી રોડ
– ઇસ્કોન-આંબલી રોડથી હેબતપુર રોડ વચ્ચેનો વિસ્તાર
– સાયન્સ સીટી રોડ
– શીલજ સર્કલથી સાયનસ સીટી સર્કલ સુધી 200 ફુટના એસપી રીંગ રોડ ઉપર
– આંબલી સર્કલથી વૈશ્નોદેવી સર્કલ સુધી 200 ફુટનો એસપી રીંગરોડ ઉપર
– સીજી રોડ
– લો ગાર્ડન (ચાર રસ્તા અને હેપી સ્ટ્રીટ, મ્યુનિસિપલ માર્કેટ, પંચવટી સર્કલ)
– વસ્ત્રાપુર તળાવને ફરતે
– માનસી સર્કલથી ડ્રાઇવ-ઇન રોડ
– ડ્રાઇવ-ઇન રોડ
– ઓનેસ્ટથી શ્યામલ ક્રોસ રોડ (પ્રહલાદનગર 100 ફુટ રોડ)
– શ્યામલ બ્રિજથી જીવરાજ ક્રોસ રોડ
– આઇ.આઇ.એમ.રોડ
– શિવરંજનીથી જોધપુર ક્રોસ રોડ(BRTS કોરીડોરની બન્ને બાજુ)
– રોયલ અકબર ટાવર પાસે
– સોનલ સીનેમા રોડથી અંબર ટાવરથી વિશાલા સર્કલ
– સરખેજ રોઝા-કેડીલા સર્કલ-ઉજાલા સર્કલ
– સાણંદ ક્રોસ રોડ-શાંતિપુરા ક્રોસ રોડ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news