કોરોના વાયરસને લઈને ચીનનું શું છે રાજ,સામે આવી ખૌફનાક હકીકત

ભયાનક કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. જોકે ચીન આ મામલે એક હરફ સુદ્ધા બોલવા તૈયાર નથી અને સ્થિતિ નિયંત્રણમાં હોવાના દાવા કરી રહ્યું છે. પણ ધીમે ધીમે તેનો અસલી ચહેરો સામે આવી રહ્યો છે.

ચીનના જે શહેરમાં કોરોનાનો સૌથી વધારે કહેર છે તેવા વુહાન શહેરની હોસ્પિટલના હેડનું જ કોરોના વાયરસના લીધે મૃત્યુ થયું છે. ચીનના સ્થાનિક ટેલિવિઝન રિપોર્ટમાં સામે આવી હતી જેનું બાદમાં અધિકારીઓએ અનુમોદન કર્યું હતું. સ્થાનિક બ્રોડકાસ્ટર CCTV પ્રમાણે વુહાન હોસ્પિટલના હેડ ડો. લિયુ ઝીમીંગનું મૃત્યુ થયું હતું. તેમને બચાવવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ પહેલા તેમના મૃત્યુ અંગે અધિકારીઓએ પહેલા ખરાઇ કર્યા બાદ તે દાવો નકાર્યો હતો. ચીનમાં અત્યાર સુધીમાં 1870 લોકોના મોત થયા છે અને 72 ,436 પોઝિટિવ કેસ નોંધાયા છે.

વુહાન મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ન્યૂરોસર્જરીમાં ડો. લિયુ ઝીમિંગનું નામ ન્યૂરોસર્જરીમાં જાણીતું છે. આ એક હાઇલેવલ હોસ્પિટલ હોસ્પિટલ તરીકે પ્રખ્યાત છે. વુહાનમાં કોરોના વાયરસ માટે નક્કી થયેલી સાત હોસ્પિટલ પૈકીની એક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news