નેચરમાં પ્રકાશિત એક શોધ રિપોર્ટમાં ચોંકાવનારો દાવો,કોરોનાનું જિનેટિક સિક્વન્સ સિગ્નલિંગ માનવ નિર્મિત હોવા તરફ કરે છે ઈશારો…!!

કોરોનાની ઉત્પત્તિને લઈને વૈજ્ઞાનિકોમાં હજું પણ અલગ અલગ મત છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો આ લેબમાં તૈયાર થવાના પ્રમાણ નથી તો તેના પ્રાકૃતિક રુપથી પૈદા થવાની તથ્યોની ખરાઈ નથી થઈ.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કોરોનામાં અનેક અસામાન્ય ગુણ છે. જેમાં જિનેટિક સિક્વન્સ સિગ્નલિંગનું એક ફીચર છે. જે આના માનવ નિર્માણ હોવાની આશંકા પેદા કરે છે. જેમાં કોશિકાઓની અંદર પ્રોટીનને નિર્દેશિત કરી શકાય છે.

સિક્વન્સ સિગ્નલિંગ ઉપરાંત વાયરસમાં ફુરિન ક્લીવિજ સાઈટ પણ માનવ નિર્મિત જણાય છે.  કૈલિફોનિયાના વાયરોલોજિસ્ટ ક્રિશ્ચિયન એન્ડરસનના અનુસાર ફુરિન ક્લીવિજ સાઈટ એક એવો ગુણ છે જે વાયરસના માનવ કોશિકાઓમાં પ્રવેશ માટે જવાબદાર હોય છે.  ફુરિન સાઈટ કોવિડ 19ના સ્પાઈક પ્રોટીનમાં છે.

જો કે વૈજ્ઞાનીકોનું કહેવુ છે કે પહેલા કોરોના વાયરસમાં આ સાઈટ જોવા મળી છે. પરંતુ કોવિડ 19માં તે તમામ ફીચર એક સાથે જોવા મળી રહ્યા છે.  જે આને વધાકે સંક્રમક બનાવી શકે.  આ ફક્ત એક સંયોગ ન હોઈ શકે.

બીજી તરફ વાયરસના પ્રાકૃતિક હોવાના પ્રમાણ હજું નથી મળ્યા. વાયરસના જીનોમ હાર્સશૂ પ્રજાતિના ચામાચિડિયાથી 96 ટકા મળે છે. પરંતુ જો આ ચામાચિડીયામાંથી માણસમાં આવ્યા હોય તો આ વધારે પ્રમાણમાં મળવા જોઈએ. અત્યાર સુધી 80 હજાર શંકાસ્પદ જાનવરોની તપાસ થઈ ચૂકી છે પરંતુ એ જાણી નથી શકાયું કે તે જાનવરો કોણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news