ટોક્યો ઓલમ્પિક વિલેજમાં મળ્યો કોરોના કેસ, આયોજકોએ કરી સત્તાવાર જાહેરાત.

થોડાક જ દિવસોમાં શરુ થવા જઈ રહ્યાં ટોકયો ઓલમ્પિક પર કોરોના સંક્રમણનો ખતરો મંડરાઇ રહ્યો છે. ટોક્યો ઓલમ્પિક વિલેજમાં કોરોના સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે. આયોજકોએ શનિવારે જાણકારી આપી કે ટોક્યો ઓલંપિક રમતોમાંથી છ દિવસ પહેલાં ઓલમ્પિક વિલેજમાં પ્રથમ કોરોનાના કેસ નોંધાયો છે.

ટોક્યો આયોજન સમિતિના પ્રવક્તા માસા તકાયાએ એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે ”સ્ક્રીનિંગ ટેસ્ટમાં આ વ્યક્તિ કોરોના સંક્રમિત મળી આવ્યો. તેને આયોજન અને વિલેજથી દૂર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે છ મહિના બાદ અહીં હજારો એથલીટ અને અધિકારી હાજર રહેશે.

તકાયાએ જણાવ્યું કે ઓલમ્પિક વિલેજમાં મળી આવેલા કોરોના સંક્રમિત વ્યક્તિ અત્યારે હોટલમાં રહી રહી હતી. ટોક્યો 2020 રમતોના મુખ્ય આયોજક સેઇકો હાશિમોટોએ કહ્યું કે અમે કોરોના સંક્રમણના પ્રકોપની સારવાર માટે બધુ જ કરી રહ્યા છીએ.

મહામારીના લીધે ઓલમ્પિક રમતોને એક વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે આયોજકોએ કોરોના સંક્રમણથી બચાવ માટે આકરી વ્યવસ્થા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news