ઝાડુવાળા કોર્પોરેટરોને કમળ ગમ્યું, સુરતમાં વધુ બે કોર્પોરેટરના કેસરિયા, કહ્યું AAPમાં તો કંપની જેવુ શાસન છે.

સુરતમાં આમ આદમી પાર્ટીને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે અને વાત જાણે એમ છે કે, અગાઉ AAPના 10 કોર્પોરેટર ભાજપમાં જોડાયા બાદ હવે વધુ 2 કોર્પોરેટરે કેસરીયો ધારણ કર્યો છે અત્રે નોંધનીય છે કે, આ પહેલા થોડાક દિવસો અગાઉ જ સુરતમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા. જે બાદમાં આજે વધુ બે કોર્પોરેટર ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો આવી ગયો છે. નોંધનીય છે કે, સુરતમાં AAPના 28માંથી 12 કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે.

ડાયમંડ નગરી સુરતની મહાનગરપાલિકામાં આપને વધુ એક ઝટકો મળ્યો છે અને પ્રાપ્ત વિગતો મુજબ આજે સુરતમાં AAPના વધુ 2 કોર્પોરટર ભાજપમાં જોડાયા છે. આજે શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, વોર્ડ નં-3ના કનુ ગેડિયા અને વોર્ડ નં-2ના અલ્પેશ પટેલ ભાજપમાં જોડાયા છે.

AAPમાંથી ભાજપમાં જોડાયા બાદ કોર્પોરેટર કનું ગેડિયાનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહ્યું કે, AAPએ મને સસ્પેન્ડ કર્યો અને હું ભાજપમાં જોડાયો છું. મેં મારા મતદારો સાથે દ્રોહ કર્યો નથી અને મતદારોએ મને જોઈને મત આપ્યા હતા, AAP ને જોઈને નહી.

મહત્વનું છે કે, તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના વધુ 6 કોર્પોરેટર્સ ભાજપમાં જોડાયા હતા જેના ભાજપમાં જોડાયેલા આપના કોર્પોરેટર્સ દ્વારા પાર્ટી બદલવાનું કારણ રજૂ કરીને આક્ષેપો કર્યા હતા. બીજી તરફ ભાજપે કોઈ લોભ કે લાલચ કોર્પોરેટર્સને ભાજપમાં જોડવા માટે આપવામાં આવી ના હોવાનું જણાવવામાં આવ્યું હતું. આપ સાથેનો છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર્સનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કેસરિયો ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.