કોર્ટમાં ફિજિકલ કામગીરી બંધ,50 ટકા કોર્ટ સ્ટાફ કોરોના સંક્રમિત

રાજ્યના પાંચ મોટા શહેરોમાં આજથી કોર્ટમાં ફિજિકલ કામગીરી બંધ રહેશે. રાજ્યની કોર્ટોમાં 50 ટકા કોર્ટ સ્ટાફ  કોરોના સંક્રમિત થયો છે.

અમદાવાદ, રાજકોટ, સુરતની તમામ કોર્ટમાં કામગીરી બંધ રહેશે. વડોદરા, જામનગરની તમામ કોર્ટમાં પણ ફિજિકલ કામગીરી કરવામાં નહીં આવે.

જામનગર સુરત રાજકોટ વડોદરા જૂનાગઢ પાટણ ગોઘરા દાહોદ ભાવનગર આણંદ નડિયાદ ભુજ ગાંધીધામ ભરેચ સુરેન્દ્રનગર અમરેલી ગુજરાતી -લગ્ન પ્રસંગમાં 100 લોકોને જ મળશે મંજુરી -30 એપ્રિલ સુધી સરકારી કચેરીમાં શનિ-રવિ રજા -તમામ મોટા મેળાવડા અને સભા પર 30 એપ્રિલ સુધી પ્રતિબંધ

કોર કમિટી બેઠક પૂર્ણ થયાં બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે.

કોરોના સંક્રમણ વધતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતની મુલાકાત બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જ્યાં તેમણે હાઇકોર્ટના વિકેન્ડ કર્ફ્યૂના નિર્દેશને લઈને પણ જવાબ આપ્યો હતો.

રાજ્યમાં 2-3 દિવસના વિકેન્ડ કર્ફ્યુની જરૂરિયાત હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે. રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવાનો પણ આદેશ કર્યો છે. રાજ્યમાં સરકાર 2 કે 3 દિવસના વિકેન્ડ કર્ફ્યું લગાવે તેઓ હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે. રાજ્યમાં કડકાઇની જરૂર પડે તેવી સ્થિતિનું હાઈકોર્ટનું અવલોકન કર્યું છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 3280 કેસ નોંધાયા છે અને 2167 દર્દીઓ સાજા થયાં છે.

ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 171 લોકો વેન્ટિલેટર પર છે.

કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 798 કેસ અને ગ્રામ્યમાં 19 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 615 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 196 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 218 કેસ, જ્યારે ગ્રામ્યમાં 124 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 321 કેસ અને ગ્રામ્યમાં 64 કેસ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news