ગાયના ઘીના છે અનેક ફાયદા,ગાયના ઘીથી અનેક બીમારીઓ થાય છે દૂર જાણો તેના ફાયદા..

  ઘણા લોકો ગાયનાં ઘીનું સેવન કરતા હોય છે.અને ઉનાળાની ઋતુમાં ગાયનું ઘી ખાવાની સાચી રીત બહુ ઓછા લોકોને ખબર હશે. શિયાળામાં પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે છે. જેના કારણે શિયાળામાં ગાયનું ઘી સરળતાથી પચી જાય છે તેમજ ઉનાળામાં ગાયનું ઘી ખાવાને બદલે તેનો બીજી રીતે ઉપયોગ કરવો ફાયદાકારક માનવામાં આવે છે.

  ગાયના ઘીના ઉપાયોથી ગરમી, બળતરા, બેચેની અને પિત્તની સમસ્યામાં રાહત મળે છે.અને જે લોકોને ઉનાળામાં વારંવાર નાકમાંથી લોહી નીકળતું હોય તેમના માટે ગાયનું ઘી ખૂબ જ અસરકારક છે.અને આ ઋતુમાં ગાયના ઘીનો ઉપયોગ બે રીતે થાય છે. આ પૈકી પહેલી રીત છે ગાયના ઘીની નસ્ય અને બીજી છે ગાયના ઘીની માલિશ

  કાંસાની વાટકી લો. તેનાથી પગના તળિયા ઘસો. આવું 4 થી 5 મિનિટ સુધી કરો. વાટકીમાં કાળાશ જમા થશે. કાંસાની વાટકી શરીરની ગરમીને શોષી લેશે.અને જે લોકોને વધુ પડતી ગરમી લાગે છે અથવા તો જેમને ખૂબ પરસેવો થાય છે તેમણે આ ઉપાય કરવો જોઈએ. મેનોપોઝના કારણે શરીર પર સોજો આવવો અથવા પેટ ફૂલી જવું, જેવી સમસ્યા હોય તો તેને આ ઉપાય અચૂક કરવો જોઈએ.

  અપચાનું સૌથી મોટું કારણ સમયસર ભૂખ ન લાગવી છે. ભૂખ ન લાગવાથી પેટમાં યોગ્ય પ્રમાણમાં પાચક રસ ઉત્પન્ન થતો નથી. જમતા પહેલા એક ચમચી ગાયનું ઘી અને એક ચપટી મીઠું ખાવાથી પેટની આ સમસ્યા દૂર થાય છે. આ સાથે જ પેટનું ફૂલવું, ગેસ થવો અને એસિડિટી બધું જ દૂર થાય છે.જો પેટ ફૂલવાની સમસ્યા ઓછી ન થઈ રહી હોય તો જમતા પહેલા ગાયના ઘી અને ચપટી મીઠું સાથે હિંગનું સેવન કરો. આ ઉપાયથી ભૂખ પણ લાગશે આ સાથે જ ખાધેલો ખોરાક પણ પચી જશે અને પેટ પણ સારી રીતે સાફ થશે.

  જે લોકોને સૂઈને ઉઠ્યા બાદ માથાના દુખાવાની ફરિયાદ રહે છે.અને જો રાત્રે ઉંઘ બરાબર ન આવતી હોય તો સૂતા પહેલા ગાયના ઘીના 3-3 અથવા 5-5 ટીપાં બંને નસકોરામાં નાખો. આ સમયે તમારા માથા નીચે ઓશીકું ન રાખો. આમ કરવાથી પિત્તના કારણે માઈગ્રેનનો દુખાવો કંટ્રોલમાં રહેશે. આ સાથે જ ગાઢ ઊંઘ આવે છે. અઠવાડિયામાં 3 થી 4 વખત તેનો ઉપયોગ કરો. આમ કરવાથી વાળ ખરતા બંધ થઈ જશે.

  લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

  તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.