ક્રિકેટર પાર્થિવ પટેલનાં પિતાનું થયું નિધન, ખેલાડીએ આપી જાણકારી..

ભારતીય ટીમનાં પૂવઁ વિકેટ કીપર બેટ્સમેન પાથિઁવ પટેલનાં પિતાનું નિધન થયું છે. મળતી માહિતી પ્રમાણે ક્રિકેટર પાર્થિવ પટેલે આ માહિતી ટ્વિટર પર આપી હતી. અમદાવાદ શહેરનાં વતની અને ભારતીય ટીમનાં યુવા વિકેટકીપર બેટ્સમેન પાથિઁવ પટેલનાં પિતા અજય પટેલને એક વષઁ પહેલાં બ્રેન હેમરેજની બિમારી થઈ હતી.

તે સમયે ખેલાડીએ સોશિયલ મીડિયા પર ભાવુક પ્રાથઁના કરી હતી. અને પ્રાથઁના માટે અપીલ કરી હતી.

ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર પાર્થિવ પટેલના પિતાનું રવિવારે નિધન થયું. તેઓ ટીમ ઇન્ડિયા માટે રમ્યા હતા અને તેમની વ્યાવસાયિક કારકિર્દીમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઇઝીનું પ્રતિનિધિત્વ કર્યું હતું, તેમના પિતા અજયભાઇ બિપીનચંદ્ર પટેલના મૃત્યુની માહિતી ટ્વિટર પર આપી હતી. પૂર્વ ભારતીય વિકેટકીપર-બેટ્સમેને તેના પિતાના દુ:ખદ સમાચાર શેર કર્યા ત્યારથી સમગ્ર ક્રિકેટ જગત ઉંડા આઘાતમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો અસ્મિતા ન્યુઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન જેની લીંક નીચે આપેલ છે.

https://play.google.com/store/apps/details?id=com.asmita.asmita_news