દાહોદ LCB પોલીસે હાઇવે પર ટ્રકમાં ઘઉંની આડમાં લઇ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપ્યો..

દાહોદ તા.27

દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ – ગોધરા હાઈવે પરથી એક ટ્રકમાંથી ઘઉંની આડમાં સંતાડી રાખેલ વિદેશી દારૂની કુલ પેટીઓ નંગ. ૩૭૦ જેની કુલ રૂા. ૨૨,૭૪,૩૦૦ના પ્રોહી જથ્થા સાથે ટ્રક મળી કુલ રૂા. ૩૨,૮૦,૩૩૦નો મુદ્દામાલ કબજે કરી ટ્રકના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
આગામી તહેવારોને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂબંધીનો અમલ થાય, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા વિગેરે જેવી કામગીરીની સુચના અપાતા દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે વિદેશી દારૂ ભરી મધ્યપ્રદેશ પીટોલ થઈ દાહોદ – ગોધરા તરફ ટ્રક પસાર થતી હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે દાહોદ – ગોધરા હાઈવે પર વોચ ગોઠવી ઉભા હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક ટ્રક પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ટ્રક નજીક આવતાંની સાથે પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લઈ ટ્રકના ચાલક રીંકુ બિસમ્ભર જાટવ (રહે. રાજસ્થાન) ની અટકાય કરી હતી અને ટ્રકની તલાસી લેતાં તેમાંથી ઘઉંની આડમાં સંતાડી રાખેલ વિદેશી દારૂની કુલ પેટીઓ નંગ. ૩૭૦ જેમાં બોટલો નંગ. ૮૬૧૬ કુલ કિંમત રૂા. ૨૨,૭૪,૩૦૦નો વિદેશી દારૂ, ટ્રક, મોબાઈલ ફોન વિગેરે મળી પોલીસે કુલ રૂા. ૩૨,૮૦,૩૩૦નો મુદ્દામાલ કબજે કરી પોલીસે ઝડપાયેલ ચાલક વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——————————–

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.